News of Thursday, 23rd January 2025
દિલ્હીમાં સોનાના ભાવ રૂપિયા 82,900ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા;અમદાવાદમાં ઊચ્ચસ્તરેથી ઘટાડો
સોનાના ભાવ 23મી ફેબ્રુઆરી,2024એ રૂપિયા 62,720 હતા:અત્યાર સુધીમાં રૂપિયા 20,180 એટલે કે 32.17 ટકા વધી રૂપિયા 82,900 થયા

વિશ્વ બજારમાંથી મળેલા સંકેત વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 170 વધી રૂપિયા 82,900ની નવી સપાટીને સ્પર્શી ગયા છે.
સોનાના ભાવ 23મી ફેબ્રુઆરી,2024ના રોજ રૂપિયા 62,720 હતા, જ્યાંથી અત્યાર સુધીમાં રૂપિયા 20,180 એટલે કે 32.17 ટકા વધી રૂપિયા 82,900 થયા છે.
સતત સાતમા સેશન દરમિયાન તેજીને આગળ વધારતા સોનું (99.5) રૂપિયા 170 વધી રૂપિયા 82,500ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. શુદ્ધ સોનામાં છેલ્લા સાત સેશનમાં સોનું 10 ગ્રામદીઠ રૂપિયા 2,320 વધ્યું છે. આજે ચાંદીમાં નરમ વલણ રહ્યું હતું. ચાંદી કિલોનો ભાવ રૂપિયા 500 ઘટી રૂપિયા 93,500 રહી હતી.
દરમિયાન અમદાવાદ સોનુ (99.9) રૂપિયા 300 ઘટી રૂપિયા 82,500 અને અમદાવાદ સોનુ (99.5) 10 ગ્રામદીઠ રૂપિયા 300 ઘટી રૂપિયા 82,300 રહ્યા હતા.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
