તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 24th January 2025
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
પન્નૂએ પંજાબના મુખ્યમંત્રીને ધમકી આપતો એક વીડિયો જાહેર કર્યો છે : જેમાં ભડકાઉ નિવેદન આપ્યું અને યુવાનોને ગણતંત્ર દિવસ પર ભારતીય તિરંગાની જગ્યાએ ખાલિસ્તાની ઝંડો ફરકાવવાનો આગ્રહ કર્યો છે

નવી દિલ્હી, તા.૨૪: ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નૂએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. ત્યાર બાદ માનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ફરીદકોટમાં ૨૬ જાન્યુઆરીના પ્રોગ્રામમાં ભગવંત માન તિરંગો ફરકાવવાના હતા. પણ હવે તેમની જગ્યાએ કેબિનેટ મંત્રી બરિંદર ગોયલને ઝંડો ફરકાવવાની જવાબદારી સોંપાઈ છે. પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના તાજેતરની ધમકીઓ પહેલા ગુપ્તચર એજન્સીઓએ ભગવંત માનની સુરક્ષાને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. હાલના દિવસોમાં પન્નૂ ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકી રહયો છે.
તેથી હવે એસએફજેની ધમકીઓ બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગણતંત્ર દિવસ પર ફરીદકોટમાં તિરંગો ફરકાવશે નહીં. તેમની જગ્યાએ કેબિનેટ મંત્રી બરિંદર ગોયલ ૨૬ જાન્યુઆરીના રોજ જિલ્લામાં તિરંગો ફરકાવશે. આ અગાઉ ફરીદકોટમાં મુખ્યમંત્રી આવવાના હોવાના કારણે તૈયારીઓ ચાલી રહી હતી. આ દિવસે કેટલીય નવી યોજનાની આધારશિલા રાખવા અને ફરીદકોટમાં બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સિસ અને સિવિલ હોસ્પિટલમાં નવી ઈમારતોનું ઉદ્ધાટન કરવાનો પ્લાન હતો. તેની સાથ જ મુખ્ય પ્રોજેક્ટમાં પંજાબની બીજી સ્પોર્ટ્સ સ્કૂલ પણ હતી. જેને ઝંડ સાહિબમાં બનાવવામાં આવશે.
ભારત સરકારે શીખ ફોર જસ્ટિસ સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેના નેતા ગુરપતવંત સિંહ પન્નૂએ પંજાબના મુખ્યમંત્રીને ધમકી આપતો એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં ભડકાઉ નિવેદન આપ્યું અને યુવાનોને ગણતંત્ર દિવસ પર ભારતીય તિરંગાની જગ્યાએ ખાલિસ્તાની ઝંડો ફરકાવવાનો આગ્રહ કર્યો છે. પન્નૂએ પોતાના વીડિયોમાં કહ્યું કે, ‘‘હું ભગવંત માનને કહેવા માગું છું કે, બેઅંત સિંહના રસ્તે ચાલનારાઓનો એ જ અંજામ થશે, અમે દિલાવર સિંહના રસ્તે ચાલનારાઓ યુવાનોને અપીલ કરીએ છીએ, તમારે કમર પર બોમ્બ બાંધવાની જરુર નથી, ભારતીય ઝંડો નથી પકડવાનો. તમારે ખાલિસ્તાની ઝંડો પકડવો જોઈએ.''
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
