News of Friday, 24th January 2025
આણંદ જીલ્લામાંથી ૧૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ દેશના વિવિધ ભાગોમાં સપ્લાય કરવાનું હતું : ૫ શખ્સોની અટકાયત : ૨૦૨૪માં ૭૦૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું : ગુજરાત એટીએસનો સપાટો : ૨૦૨૫નું પ્રથમ ઓપરેશન સફળ : ફેકટરી ઉપર દરોડો : ડ્રગ્સ બનતું'તુ

નવી દિલ્હી, તા.૨૪: કોણ કહે છે કે, ગુજરાતમાં માત્ર દરિયાથી જ ડ્રગ્સ આવે છે. ગુજરાતમાં હવે ડ્રગ્સ બનવા લાગ્યું છે. ગુજરાત સરકારના દાવા ફરી એક પોકળ સાબિત થયા છે. ગુજરાતમાં હવે ગામેગામ ડ્રગ્સની ફેક્ટરીઓ ધમધમતી થઈ ગઈ છે. ખંભાતના સોખડાની કેમિકલ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. ATSએ ૧૮ કલાક સુધી ઓપરેશન ચલાવ્યું હતું. જેમાં ગ્રીન લાઇફ ફેકટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. ફેકટરીમાંથી ૧૦૦ કરોડથી વધુનું ડ્રગ્સ મળ્યું હોવાની શંકા છે.
ખંભાતની સોખડા GIDC વિસ્તારમાં ડ્રગ્સ બનાવતી કંપની પર ATS એ દરોડા પાડયા હતા. ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું તેવી બાતમી એટીએસને મળી હતી. ત્યારે આણંદની એસઓજી પોલીસ અંધારામાં રહી અને ATS એ દરોડા પાડીને સપાટો બોલાવ્યો હતો. ફેકટરીમાંથી ૧૦૦ કરોડથી વધુનું ડ્રગ્સ મળ્યું હોવાની શંકા છે.
ATSએ દરોડા દરમિયાન ૫ શખ્સની અટકાયત કરી છે. અંદાજે ૧૦૦ કરોડથી વધારે કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડયુ છે. આલ્ફાઝોરમ નામની દવા ટેબ્લેટ ફોરમેટમાં ડ્રગ્સ મળી છે. ૧૦૦ કિલોનો જથ્થો મળી આવ્યો છે. અમદાવાદના ત્રણ ભાગીદારોએ ત્રણ માસ પહેલા ફેકટરી શરુ કરી હતી. ૫ શખ્સની અટકાયત કરાયેલા લોકોને અમદાવાદ લઈ જવામાં આવ્યાં છે.
ગુજરાત ATS એ બાતમી મળ્યા બાદ દવા કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ATS એ કંપની પાસેથી ૨૦૨૫ ની સૌથી મોટી ડ્રગ્સ કન્સાઈનમેન્ટ જપ્ત કરી છે. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૪ માં, ડ્રગ્સ વિરુદ્ધ કાર્યવાહી કરતી વખતે, ખ્વ્લ્ એ ૭૦૦૦ કરોડ રૂપિયાથી વધુ કિંમતના ડ્રગ્સ જપ્ત કર્યા હતા.
ATS એ જણાવ્યું કે કંપનીમાંથી ડ્રગ્સના કન્સાઈનમેન્ટ સાથે ૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ ચાલુ છે. તે જ સમયે, ATS એ કહયું કે આ ડ્રગ્સ દેશના વિવિધ ભાગોમાં સપ્લાય કરવાના હતા. તે જ સમયે, ગુજરાત ખ્વ્લ્ એ સોમવારે કાર્યવાહી કરી અને ૨૭ લાખ રૂપિયાની કિંમતની મિથાઈલ એનિડિઓક્સી મેથામ્ફેટામાઈન ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી. ગુજરાત એટીએસે આ મામલે તપાસ શરૂ કરી છે, જેમાં મોટા ડ્રગ રેકેટમાં વધુ વ્યક્તિઓની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
ગયા વર્ષે, ૨૦૨૪ માં, કોસ્ટ ગાર્ડ, ATS અને NCB એ ગુજરાતમાં કાર્યવાહી કરી હતી અને ૭,૩૦૩ કરોડ રૂપિયાના નાર્કોટિક્સ અને એન્ટિસાઈકોટિક્સ જપ્ત કર્યા હતા. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે. જોકે, દારૂ પર પ્રતિબંધ લાગ્યા પછી ગુજરાતમાં ડ્રગ્સ ચિંતાનો વિષય રહયો છે. ગુજરાતમાં મોટાભાગની દવાઓ દરિયાઈ સરહદ તેમજ રાજસ્થાન અને પંજાબમાંથી સપ્લાય થાય છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
