<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

વડોદરાની ૩ શાળાઓને બોંબથી ફુંકી મારવાની ધમકીથી ખળભળાટ : વિદ્યાર્થીઓને રજા અપાઇ

પ્રજાસત્તાક પર્વ સાવચેતીનો કેન્‍દ્રીય ઇનપુટ વચ્‍ચે મળેલ ધમકીથી પોલીસ કાફલો વહેલી સવારથી દોડી કાર્ય પૂર્ણ કરી નિરાંતનો શ્વાસ લીધો નવરચના સ્‍કુલના પ્રિન્‍સીપાલને મળ્‍યો ધમકીભર્યો ઇ-મેઇલ : બોંબ સ્‍કવોડ સાથે પોલીસની વિવિધ ટીમો દ્વારા ખૂણે ખૂણા તપસ્‍યા, સાયબર ક્રાઇમ ટીમો ઈમેઈલ પગેરૂ મેળવવા સજ્જ એટીએસને જાણ કરવામાં આવી, કાંઇ વાંધાજનક મળ્‍યું નથી : ઇમેઇલ અગાઉ પોલીસ ત્રણ દિવસથી જાહેર સ્‍થળો પણ બોંબ સ્‍કોડ સાથે ચેક કરે છે : જાગળત સીપી સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા. , ૨૪ : પ્રજાસત્તાક પર્વ અંતર્ગત ઉગ્રવાદી તત્‍વો અને સ્‍લીપર સેલ દ્વારા શાંતિ જોખમાય તેવા કળત્‍યો દ્વારા અંધાધુધી ફેલાય તેવા કારનામા ગુજરાત સહિત દેશભરમાં થાય તેવી કેન્‍દ્રીય ગુપ્તચર એજન્‍સી દ્વારા ઇનપુટ મળી છે, તેવા સંજોગોમાં વડોદરાની ત્રણ સ્‍કૂલને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકભર્યો ઇમેઇલ મળતા જ વડોદરા પોલીસ કમિશનર દ્વારા બોમ્‍બ સ્‍કોડ સાથે શાળાના ખૂણે ખૂણા તપાસવા પોલીસ કાફલો રવાના કરેલ, અને તમામ બાબત અપડેટ મેળવેલ.  અકિલા સાથેની વાતચીતમાં તપાસ દરમિયાન કોઈ શંકાસ્‍પદ વસ્‍તુ કે પદાર્થ ન મળ્‍યાનું પોલીસ કમિશનર નરસિંહમાં કોમારે જણાવ્‍યું છે. 

અકિલા સાથેની વિશેષ વાતચીતમાં પોલીસ ટીમ સાથેની પળેપળની માહિતી મેળવનાર નરસિંહમાં કોમારે જણાવેલ કે, આ ઇમેઇલ બાબતે સાયબર ક્રાઈમની વિશેષ ટીમોને જવાબદારી સૂપરત કરેલ છે. લોકોને કોઈ ગભરાટ રાખવાની જરૂર નથી  દેશભક્‍તિનો આ તહેવાર લોકો ઉત્‍સાહ ઉમંગથી ઉજવે તેવી અપીલ કરેલ છે.      

 અત્રે એ યાદ રહે કે વડોદરામાં  નવરચનાની ત્રણ સ્‍કૂલ આવેલ છે તેમના પ્રિન્‍સિપાલ પર આ ઇમેઇલ આવેલ હતો.ધમકી પત્ર પછી સલામતિ ખાતર સ્‍કૂલમાં રજા જાહેર કરી દેવામાં આવેલ હતી.           

આ બોંબનાં ઇમેઇલ મળ્‍યા પહેલાં જ ક્રાઇમ બ્રાન્‍ચ, sog, PCB સહિતની ટીમો દ્વારા રેલવે, બસ સ્‍ટેશન સહિત જાહેર સ્‍થળો પર જાગળત પોલીસ કમિશનર દ્વારા તપાસ સતત ચાલુ જ છે.

શહેરના ભાયલી વિસ્‍તારમાં આવેલી નવરચના યુનિવર્સિટી અને તેની હેઠળ આવતી શાળાઓને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. સ્‍કૂલના પ્રિન્‍સપાલને નવરચના સ્‍કૂલને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મોકલવામાં આવ્‍યો હતો. જેની જાણકારી પોલીસને કરાતાં ગ્‍ઝલ્‍ની ટીમની સ્‍કૂલ, યુનિવર્સિટીમાં સઘન તપાસ ચાલી રહી છે. વડોદરા શહેરમાં નવરચનાની ત્રણ સ્‍કૂલ આવેલ છે. ભાયલી વિસ્‍તારની સ્‍કૂલનાં પ્રિન્‍સિપાલને ધમકી ભર્યો મેલ મળતા સ્‍કૂલમાં લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્‍યો હતો.

સ્‍કૂલ, યુનિવર્સિટીમાં બોંબ સ્‍ક્‍વોર્ડે ચેકિંગ હાથ ધર્યું છે. નોંધનીય છે કે, જે સ્‍કૂલોને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેમાં નવરચના યુનિવર્સિટી, સમા ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ અને નવરચના વિદ્યાની વિદ્યાલયનો સમાવેશ થાય છે. ધમકી ભર્યો ઈમેલ મળતા બાળકોને શાળામાંથી રજા આપી દેવામાં આવી હતી.

નવરચના સ્‍કૂલના પ્રિન્‍સિપાલને આજે નવરચના યુનિવર્સિટી અને શાળાઓને બોંબથી ઉડાવી દેવાની ધમકીભર્યો ધમકીભર્યો ઈમેઈલ મળ્‍યો હતો. ઈમેઇલમાં પાઈપલાઈનમાં બોંબ મુકયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો હતો.

જોકે, આ અંગેની પોલીસને જાણ કરાતા તરત જ કાર્યવાહી કરવામાં આવી હતી. ધમકીને પગલે BDSની ટીમની સ્‍કૂલ, યુનિવર્સિટીમાં તપાસ કરવા પહોંચી છે. યુનિવર્સિટી અને શાળાઓમાં બોંબ સ્‍ક્‍વોર્ડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્‍યું છે. ક્રાઈમ બ્રાન્‍ચ, PCB પોલીસની ટીમ પણ સ્‍કૂલ અને યુનિવર્સિટી પર દોડી આવી હતી.

(3:56 PM IST)