<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

ઈન્‍ડિગો એરલાઈન્‍સે લાંચ આપવાની કોશિશ કરી !

હેરાન થયેલા પેસેન્‍જરે લગાવ્‍યા ગંભીર આરોપ

નવી દિલ્‍હી, તા.૨૪: ભારતનું એવિએશન સેક્‍ટર છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ વિવાદમાં રહે છે. એવામાં તાજેતરમાં દેશની અગ્રણી એરલાઈન્‍સ ઈન્‍ડીગો પર ગંભીર આરોપ લગાવવામાં આવ્‍યા છે. એક યુટયુબ પોડકાસ્‍ટર અને એન્‍ટરપ્રેન્‍યોરે ઇન્‍ડિગો એરલાઈન્‍સ સામે સોશિયલ પર એક પોસ્‍ટ કરી હતી. હવે દાવો કરવામાં આવી રહયો છે કે ઈન્‍ડીગો એરલાઈન્‍સે પોસ્‍ટ ડિલીટ કરવા એન્‍ટરપ્રેન્‍યોરને રૂપિયા ઓફર કર્યા હતાં.

પોડકાસ્‍ટર અને એન્‍ટરપ્રેન્‍યોર પ્રખર ગુપ્‍તાએ X પર ફ્‌લાઇટના સમયમાં ફેરફાર અંગે ફરિયાદ કરતી પોસ્‍ટ લખી હતી, જે વાયરલ થઇ હતી. પ્રખરે લખ્‍યું હતું કે એરલાઇન્‍સ દ્વારા વહેલી સવારની ફ્‌લાઇટ પ્રીપોન કરવામાં આવી હતી અને તેમને આ ફેરફાર વિશે માત્ર ૨.૫ કલાક અગાઉ જ જાણ કરવામાં આવી હતી.

પ્રખરે X પરની પોસ્‍ટમાં લખ્‍યું, ‘‘તમે ફ્‌લાઇટનો સમય કેવી રીતે બદલી શકો છો અને સવારે ૪ વાગ્‍યાની ફ્‌લાઇટ ૨.૫ કલાક વહેલી કેવી રીતે કરી શકો? હું સમયસર પહોંચું એવી અપેક્ષા રાખવામાં આવે છે અને પછી જ્‍યારે હું નવા સમય કરતાં ૫ મિનિટ મોડો પહોંચું છું, ત્‍યારે મને કહેવામાં આવે છે કે તમે મારું બેગ ચેક-ઇન કરવા દેતા નથી અને મારે નવી ફ્‌લાઇટ માટે વધારાના પૈસા ચૂકવવા પડે છે.''

પ્રખરે વધુમાં લખ્‍યું કે તેમને આ ફેરફાર વિશે જાણ કરતો કોઈ ઈમેલ મળ્‍યો નથી અને તેમને સવારે ૪ વાગ્‍યે એરલાઈન તરફથી એક ટેક્‍સ્‍ટ મેસેજ મળ્‍યો. તેમણે કયું, ફ્‌લાઇટ પ્રોવાઈડર વળતર આપ્‍યા વિના લોકોના સમય અને જીવન સાથે મનસ્‍વી રીતે રમત ન રમી શકે. આ કોઈપણ વાજબી સેવાની શરતોનું ઉલ્લંઘન છે.

(1:32 PM IST)