<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

મહાકુંભ ૨૦૨૫થી ભારતમાં ધાર્મિક પ્રવાસનમાં ઉછાળો

વીઝા અરજીઓમાં ૨૧.૪ ટકાનો વધારો

નવી દિલ્‍હીઃ તાજેતરના સમાચાર અહેવાલો અનુસાર, અગ્રણી વીઝા પ્રોસેસીંગ પલેટફોર્મ એટલીસ અનુસાર, ભારતમાં આધ્‍યાત્‍મિક હેતુઓ માટે ઇન બાઉન્‍ડ મુસાફરીમાં ૨૧.૪ ટકાનો વધારો થયો છે.

આ વલણ મુખ્‍યત્‍વે મહાકુંભ અન્‍ય મોટા તહેવારો જેવા મોટા ધાર્મિક કાર્યક્રમોના કારણે છે, જે દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે.

રિપાર્ટ અનુસાર, લગભગ ૪૮ ટકા આધ્‍યાત્‍મિક મુસાફરી વીઝા અરજીઓ મહાકુંભ વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડાઓમાં એક છે, જેમાં લગભગ ૪૨ મીલીયન શ્રધ્‍ધાળુઓ જોડાશે. દર ૧૪૪ વર્ષે એક વખત યોજાતી આ અસાધારણ ઘટના સ્‍થાનિક અને આંતરરાષ્‍ટ્રીય બન્ને મુલાકાતીઓને ભારતના ગહન આધ્‍યાત્‍મિક વારસા સાથે જોડાવવાની તક પુરી પાડે છે.

અમેરિકા અને યુકે જેવા દેશોમાંથી પણ આધ્‍યાત્‍મિક પ્રવાસીઓની સંખ્‍યામાં અનેક ગણો વધારો થયો છે. ઘણાં લોકો અધિકૃત અને જીવન બદલતા અનુભવો મેળવવા માંગતા હોય છે. આધ્‍યાત્‍મિક પ્રવાસીઓમાં  ૬૬ ટકા મહિલાઓ છે જેઓ આ પરિવર્તનમાં અગ્રેસર છે. વધુને વધુ યુવા પેઢીઓ પરંપરાગત પ્રવાસ પ્રવૃતિઓ કરતા આધ્‍યાત્‍મિક અને અર્થપૂર્ણ રજાઓ પસંદ કરી રહી છે. જે પ્રવાસીઓના વલણમાં નોંધપાત્ર ફેરફાર દશર્ાાવે છે.

ભારતમાં આધ્‍યાત્‍મિક પ્રવાસન છેલ્લા કેટલાક વર્ષોથી સતત વધી રહ્યું છે. આ વધારામાં ફાળો આપનાર કેટલાક અગ્રણી સ્‍થળોમાં વારાણસી, રુૂષિકેશ, અયોધ્‍યા, જેવા સ્‍થળોનો સમાવેશ થાય છે.

જયાં લાખો વિદેશીઓ દર વર્ષે ગંગાની સાથે ધ્‍યાન ધરવા, સાંજની આરતી જોવા અથવા ધારો પર ફરવામાં સમય પસાર કરવા માટે આવે છે.

(4:31 PM IST)