News of Friday, 24th January 2025
૧ ફેબ્રુઆરી પછી બેંકો અઠવાડિયામાં ૫ જ દિવસ કામ કરશે ?
ખૂલવા-બંધ થવાનો ટાઇમ પણ બદલાઇ જશે

નવી દિલ્હી, તા.૨૪: બેંક કર્મચારીઓને બજેટમાં મળશે રાહત? શું સરકાર બજેટમાં પાંચ દિવસ બેંકો ખુલ્લી રાખવાની જાહેરાત કરશે? બેંક કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી સરકાર પાસે પાંચ દિવસ કામ કરવાની માંગ કરી રહયા છે. કરોડો બેંક ગ્રાહકો અને બેંક કર્મચારીઓના મનમાં લાંબા સમયથી આ એક મોટો પ્રશ્ન છે કે શું સરકાર બેંકોને અઠવાડિયામાં ૨ દિવસની રજા આપશે?
જો આમ થશે તો બેંકોને દરરોજ બ્રાન્ચમાં ૪૦ મિનિટ વધારાનું કામ કરવું પડશે. અત્યાર સુધી બેંકોમાં પહેલા અને ત્રીજા શનિવારે કામ થતું આવ્યું છે જ્યારે બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે. બેંકોમાં ૫ દિવસ કામ કરવાને લઈને બેંક એમ્પ્લોઈ એસોસિએશન, આરબીઆઈ અને સરકારી અધિકારીઓ વચ્ચે અનેક ચર્ચાઓ થઈ છે. જો કે હવે જોવાનું એ રહેશે કે સરકાર બજેટમાં આની જાહેરાત કરશે કે નહીં?
અત્યાર સુધી દેશમાં બેંકો બધા રવિવાર, બીજા અને ચોથા શનિવારે બંધ રહેતી આવી છે. બેંકોમાં એક શનિવાર પછીના શનિવારે રજાઓ મળે છે. એટલે કે એક શનિવાર કામ કરવાનું છે અને બીજા શનિવારે રજા હોય છે. બેંક કર્મચારીઓ અને બેંક યુનિયનો લાંબા સમયથી ૫ દિવસના કામકાજના સપ્તાહની માંગ કરી રહ્યા છે. એટલે કે સોમવારથી શુક્રવાર સુધી બેંકોમાં કામકાજ રહેશે અને તમામ શનિવાર અને રવિવાર બેંકો બંધ રહેશે.એટલે કે, બેંક કર્મચારીઓ મહિનામાં ૬ રજાને બદલે ૮ રજાઓની માંગ કરી રહ્યા છે. આ માટે બેંક કર્મચારી યુનિયન અને ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) વચ્ચે સમજૂતી થઈ છે. હવે આ સમગ્ર મામલો સરકાર અને આરબીઆઈ પાસે પેન્ડિંગ છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
