News of Friday, 24th January 2025
જાપાનનો સૌથી મોટો નિર્ણય:ચાવીરૂપ વ્યાજ દર 0.25 બેસિસ પોઇન્ટ વધારી 0.50 કર્યાં
જાપાનમાં વ્યાાજ દર હવે 0.50 ટકા પહોંચી ગયા :વર્ષ 2008માં સર્જાયેલી સબપ્રાઈમ કટોકટી બાદ સૌથી ઊંચી સપાટીએ

નવી દિલ્હી :મોંઘવારીના પડકારો વચ્ચે વિશ્વભરની કેન્દ્રીય બેન્ક એક બાજુ ચાવીરૂપ દરોમાં ઘટાડો કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે જાપાનની મધ્ય બેન્ક એટલે કે બેન્ક ઓફ જાપાન (BoJ)એ વ્યાજ દર 25 બેસિસ પોઇન્ટ વધારવાનો નિર્ણય કર્યો છે.
આ સાથે જ જાપાનમાં વ્યાાજ દર હવે 0.50 ટકા પહોંચી ગયા છે, જે વર્ષ 2008માં સર્જાયેલી સબપ્રાઈમ કટોકટી બાદ સૌથી ઊંચી સપાટીએ છે. જાપાનની મધ્યસ્થ બેન્કે લાંબા સમય બાદ એ વાત રજૂ કરી છે કે વેતનમાં વધારો થવાથી વસ્તુઓ તથા સેવાઓની કિંમતોમાં વધારો થયો છે અને આ વિષચક્રમાંથી બહાર નિકળવા માટે દરોમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
BoJના 9 પૈકી 8 સભ્યોએ દર વધારવાના પક્ષમાં નિર્ણય કર્યો છે. જ્યાર એક સભ્ય-તોયોકી નાકામુરાએ વિપક્ષમાં પોતાનો અભિપ્રાય રજૂ કર્યો. નાકુમારાએ આ સાથે દલીલ કરી હતી કે કંપનીઓના પરિણામ જાહેર થયા બાદ મોનટરી પોલિસીને હળવી કરવી જોઈએ.
BoJની આગામી બેઠક સુધી આ તમામ કંપનીઓ પોતાના જાહેર કરી ચુકી હશે. વિશ્વની ચોથા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા દ્વારા નિર્ણય કરવામાં આવ્યા બાદ જાપાનની કરન્સી યેનમાં ડોલરની તુલનામાં એક ટકાની મજબૂતી જોવા મળી છે. અહીંના શેરબજારોમાં તેજી જોવા મળી હતી.
આ અગાઉ લાંબા સમય સુધી ઓછા વ્યાજ દરોને લીધે જાપાન સસ્તા દર પર ભંડોળ મેળવવાનો પ્રથમ વિકલ્પ રહ્યો છે.
ભારત પર જાપાનની આર્થિક નીતિની પ્રત્યક્ષ અસર તો નહીં થાય. પણ બેન્ક ઓફ જાપાનની મોનિટરી પોલિસીને લઈ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો તેની ચોક્કસપણે અસર થશે.
યેન કેરી ટ્રેડમાં અનવાઈડિંગને લીધે ભારતમાં આવનાર વિદેશી પોર્ટફોલિયો રોકાણ થાય છે. શેરબજારમાં અફરાતફરી વધશે. આ સાથે જાપાનમાં રોકાણ રાખનાર ભારતીય કંપનીઓ અથવા યેનમાં બોરોઈંગ કરનારી કંપનીઓ પર પણ આ નિર્ણયની અસર જોવા મળશે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
