<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

દિલ્હીમાં મતદાન પહેલા આબકારી વિભાગની મોટી કાર્યવાહી : 50 લાખનો દારૂ જપ્ત કરાયો

આચારસંહિતા લાગુ થતા ગેરકાયદેસર દારૂની લગભગ 20000 બોટલો જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત 1.5 કરોડ રૂપિયા: કુલ 52 કેસ નોંધ્યા

નવી દિલ્હી. દિલ્હી સરકારના આબકારી વિભાગે વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા બાદ છેલ્લા પખવાડિયામાં 50 લાખ રૂપિયાની કિંમતની ગેરકાયદેસર દારૂની આશરે 20,000 બોટલો જપ્ત કરી છે.

જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત 15,376 લિટર ગેરકાયદેસર દારૂ (ભારત બનાવટનો વિદેશી દારૂ અથવા IMFL અને દેશી દારૂ બંને) હતો અને તેની કુલ કિંમત 32 વાહનો સહિત રૂ. 1.5 કરોડ જેટલી હતી.

  એક્સાઈઝ ડિપાર્ટમેન્ટ (દિલ્હી એક્સાઈઝ ડિપાર્ટમેન્ટ) અનુસાર જપ્ત કરાયેલા ગેરકાયદેસર દારૂના સંબંધમાં અત્યાર સુધીમાં 52 કેસ નોંધાયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ આબકારી વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલો દારૂ કુલ જપ્તીના લગભગ 25 ટકા છે, જેમાં દિલ્હી પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ દારૂનો પણ સમાવેશ થાય છે.


 

(11:37 PM IST)