News of Saturday, 25th January 2025
આઠમા પગાર પંચમાં કર્મચારીઓની બેઝિક સેલરીમાં ૩૦ ટકાનો વધારો થશે?

નવી દિલ્હી, તા.૨૫: કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આઠમું પગર પંચ લાગુ થયા પછી કર્મચારીઓની લઘુતમ સેલરી કેટલી હશે? એ સાથે નિવળત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ વધારો થવાની શકયતા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ૨.૬થી માંડીને ૨.૮૫ સુધી રહે એવી શકયતા છે. જેનાથી કર્મચારીઓની લઘુતમ બેઝિક સેલરી૨૫-૩૦ ટકા વધારો થવાની શકયતા છે. હાલ એ સેલરી રૂ. ૧૮,૦૦૦ પ્રતિ માહ છે, પણ ફિટમેન્ટ ફેક્ટર ૨.૮૫ રાખવામાં આવશે તો એ વધીને રૂ. ૪૦,૦૦૦થી રૂ. ૪૫,૦૦૦ પ્રતિ માહ થાય એવી શકયતા છે.
કર્મચારીઓ માટેના ફિટમેન્ટ ફેક્ટર એ હોય છે, જેનો ઉપયોગ સરકારી કર્મચારીઓની સેલરી અને પેન્શનની ગણતરીમાં કરવામાં આવે છે. આ ફેક્ટર ફુગાવો, કર્મચારીઓની આર્થિક આવશ્યકતા અને સરકારની નાણાકીય સ્થિતિ જેવા ફેક્ટરોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમા પગાર પંચ મુજબ તેમના પગારમાં ૧૮૬ ટકા સુધીનો વધારો થવાની શકયતા છે. આઠમું પગાર પંચ વર્ષ ૨૦૨૬થી લાગુ કરવામાં આવશે.
આઠમું પગારપંચ લાગુ થવાથી લઘુતમ પગાર ૩૪,૫૬૦ રૂપિયા, પેન્શન રૂ. ૧૭,૨૮૦ DR મળવાની અપેક્ષા છે. આનો સ્પષ્ટ અર્થ છે કે લઘુતમ વેતન લગભગ ૧૮૬ ટકા ટકા વધવાની શકયતા છે. પ્રમોશન અને પગાર વધારાને કારણે પેન્શન પણ વધી શકે છે.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
