<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

દેશના મોટાભાગના રાજયોમાં વાતાવરણ સુકુ રહેશેઃ ૩૦ મીથી ર ફેબ્રુઆરી સુધી પહાડોમાં હિમવર્ષા

નવી દિલ્‍હીઃ આગામી ૪ કે ૫ દિવસ દરમિયાન ભારતના મોટાભાગના રાજયોમાં હવામાન સૂકું રહેવાની શક્‍યતા છે. 

પરંતુ આગામી ૨૪ કલાક દરમિયાન અરુણાચલ પ્રદેશ અને પૂર્વ આસામમાં વરસાદ પડી શકે છે.

દેશના ઘણા રાજયોમાં ઉત્તર-પヘમિ સૂકા પવનો ફૂંકાશે જેના કારણે લદ્યુત્તમ તાપમાનમાં થોડો દ્યટાડો નોંધવામાં આવી શકે છે. 

દક્ષિણ મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ભારતમાં હવામાન થોડું ગરમ   રહેશે અને તાપમાનમાં વધુ વધારો થઈ શકે છે.

નવી વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ ૩૦ જાન્‍યુઆરીની આસપાસ પહાડો પર ટકરાશે.  તેની અસરને કારણે ૩૦ જાન્‍યુઆરીથી ૨ ફેબ્રુઆરી વચ્‍ચે પર્વતોમાં હિમવર્ષા થશે.

આ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતમાં તેમજ પૂર્વ અને દક્ષિણ ભારતમાં વરસાદ શરૂ થઈ શકે છેઃ સ્‍કાયમેટનો વર્તારો

(10:56 AM IST)