News of Saturday, 25th January 2025
હમાસની કેદમાંથી વધુ 4 ઇઝરાયલી મહિલા સૈનિકો થયા મુક્ત
ચાર બંધકોને ગાઝામાં રેડ ક્રોસને સોંપવામાં આવ્યા હતા: તેલ અવીવના એક ચોકમાં આનંદની લહેર છવાઈ હતી

હમાસે આજે ગાઝામાં 15 મહિનાના લાંબા યુદ્ધને સમાપ્ત કરવાના હેતુથી યુદ્ધવિરામ કરારના ભાગરૂપે લગભગ 200 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં વધુ ચાર મહિલા ઇઝરાયેલી સૈનિકોને મુક્ત કર્યા છે. એએફપીના અહેવાલો અનુસાર, ચાર સૈનિકો (કરીના એરિવ, ડેનિએલા ગિલબોઆ, નામા લેવી અને લિરી અલ્બાગ)ને ગાઝામાં રેડ ક્રોસને સોંપવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચાર મહિલાઓની મુક્તિ પહેલા, હમાસના બંદૂકધારીઓ અને લોકોનું મોટું ટોળું ગાઝા શહેરના પેલેસ્ટાઈન સ્ક્વેર પર એકઠા થઈ ગયું હતું અને મહિલાઓને પેલેસ્ટિનિયન વાહનમાંથી બહાર કાઢીને સ્ટેજ પર લાવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેઓ રેડક્રોસના વાહનોમાં બેઠા.
ચાર બંધકોને ગાઝામાં રેડ ક્રોસને સોંપવામાં આવ્યા હતા. તેલ અવીવના એક ચોકમાં આનંદની લહેર છવાઈ હતી. જ્યાં બંધકોના પરિવારો અને મિત્રો એકઠા થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચારેયની રિલીઝને મોટી સ્ક્રીન પર લાઈવ બતાવવામાં આવી હતી અને તેલ અવીવમાં લોકો રડતા, હસતા અને એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા અને ભાવુક દ્રશ્યો છવાયા હતા.
રિપોર્ટ અનુસાર, ચારેય મહિલાઓ ઈઝરાયેલના સૈનિકો છે, જેનું 7 ઓક્ટોબરે હમાસના હુમલા દરમિયાન ઈઝરાયેલના નાહલ ઓઝ મિલિટરી બેઝ પરથી અપહરણ કરવામાં આવ્યું હતું. તે લશ્કરી સર્વેલન્સ યુનિટની સભ્ય હતી. આ ચારના બદલામાં ઈઝરાયેલ 200 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. ઈઝરાયેલ કુલ 1800-1900 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે આ ચારના બદલામાં ઈઝરાયેલ 200 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. ઈઝરાયેલ કુલ 1800-1900 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે.
ઇઝરાયેલ યુદ્ધવિરામના પ્રથમ તબક્કા દરમિયાન ગાઝામાં રાખવામાં આવેલા દરેક ઇઝરાયલી સૈનિકના બદલામાં 50 પેલેસ્ટિનિયન કેદીઓને અને 30 કેદીઓને મુક્ત કરવા માટે સંમત થયા છે. જે ગયા રવિવારથી યુદ્ધવિરામ અમલમાં આવ્યા બાદ કેદીઓની આ બીજી અદલાબદલી હશે . પ્રથમ વખતમાં ત્રણ મહિલા ઇઝરાયેલી બંધકો અને 90 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
