<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

ઉત્તરકાશીમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા:48 કલાકમાં સાત વાર ધરા ધ્રુજી

હાલમાં જિલ્લામાં જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી.

 આજે સવારે અને સાંજે ઉત્તરકાશીમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગયા શુક્રવારે પણ ત્રણ વાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ૪૮ કલાકમાં સાતમી વખત ભૂકંપના આંચકાથી લોકો ગભરાઈ ગયા

મળતી માહિતી મુજબ, સવારે લગભગ 5:48 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા 2.04 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર ડુંડા તહસીલના ખુરકોટ અને ભરણગાંવ ગામો વચ્ચેના જંગલ વિસ્તારમાં હતું. હાલમાં જિલ્લામાં ક્યાંયથી જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી.

જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે IMD એ જાણ કરી હતી કે ભૂકંપના આંચકાનું પ્રમાણ હજુ સુધી માપવામાં આવ્યું નથી. આ સાથે, પાંચ વાગ્યાની આસપાસ ભૂકંપના ત્રણ આંચકા આવ્યા.

ગઈ કાલે  ઉત્તરકાશીમાં ત્રણ વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો આ મહિને રાજ્યની વાત કરીએ તો બાગેશ્વર જિલ્લામાં પણ ભૂકંપ આવ્યો છે. ગયા મહિને પણ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ઉત્તરકાશીમાં સવારે 7:41 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.7 હતી; તેના થોડા સમય પછી, 8:19 વાગ્યે, બીજો ભૂકંપ અનુભવાયો. આ વખતે રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 અનુભવાઈ. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, પોણા અગિયાર વાગ્યે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાઓએ લોકોમાં ભય ફેલાવ્યો. આ મહિનાની વાત કરીએ તો, રાજ્યના બાગેશ્વરમાં 10 જાન્યુઆરીએ રાત્રે 1 વાગ્યા પછી ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 2.2 હતી.

 

(7:21 PM IST)