<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

પદ્મ પુરસ્કારો જાહેર :5 લોકોને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 110 વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાશે ગુજરાતના સુરેશ સોનીને પણ પદ્મ શ્રી એનાયત

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને અભિનેત્રી વૈજયંતિ માલાને પદ્મ વિભૂષણ તેમજ મિથુન ચક્રવર્તી અને ઉષા ઉથુપને પદ્મ ભૂષણથી નવાજયા : સુરેશ સોનીને પદ્મ શ્રી એવોર્ડ તેમણે પોતાનું જીવન કુષ્ઠરોગીઓની સેવામાં સમર્પિત કર્યું

નવી દિલ્હી :ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે 5 વ્યક્તિઓને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 110 વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને અભિનેત્રી વૈજયંતિ માલાને પદ્મ વિભૂષણ માટે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે મિથુન ચક્રવર્તી અને ઉષા ઉથુપને પદ્મ ભૂષણ એવોર્ડથી નવાજવામાં આવશે. ગુજરાતના સુરેશ સોનીને પણ પદ્મ શ્રી પુરષ્કાર આપવામાં આવ્યો છે.

 

દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. ત્યારે 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. સાબરકાંઠાના સુરેશ સોનીને પદ્મ શ્રી એવોર્ડ અનાયત કરવામાં આવ્યો છે. તેમણે પોતાનું જીવન કુષ્ઠરોગીઓની સેવામાં સમર્પિત કર્યું છે.

આ વર્ષના પદ્મશ્રી પુરસ્કારોની યાદીમાં દેશની પ્રથમ મહિલા મહાવત પાર્વતી બરુઆ અને સામાજિક કાર્યકર જગેશ્વર યાદવ તેમજ ગુજરાતના બનાસકાંઠાના સુરેશ સોની સહિતના અનેક નામોનોસમાવેશ થાય છે, જેઓ બંને આસામના વતની છે. આ ઉપરાંત ચામી મુર્મુ, સોમન્ના, સર્વેશ્વર, સંગમ સહિતના ઘણા પ્રતિભાશાળી લોકોનો પણ સમાવેશ થાય છે.

પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં 30 મહિલાઓ છે. આ ઉપરાંત, વિદેશી/NRI/PIO/OCI શ્રેણીના 8 લોકોનો પણ સમાવેશ થાય છે. 9 વ્યક્તિઓને મરણોત્તર એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. આ પહેલા 23 જાન્યુઆરીએ સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.

પદ્મ પુરસ્કાર કોને મળે છે?

પદ્મ પુરસ્કારો કલા, સમાજ સેવા, જાહેર કાર્ય, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે જેવા વિવિધ ક્ષેત્રોના સંદર્ભમાં આપવામાં આવે છે. આ પુરસ્કારો ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે. અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે પદ્મ વિભૂષણ, ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે પદ્મ ભૂષણ અને વિશિષ્ટ સેવા માટે પદ્મશ્રી આપવામાં આવે છે.

(8:23 PM IST)