News of Sunday, 26th January 2025
વીરતા પુરસ્કારોની જાહેરાત : મેજર મંજીત અને નાયક દિલવર ખાનને કીર્તિ ચક્ર, 14 વીરોને શૌર્ય ચક્ર, જુઓ સંપૂર્ણ યાદી
આર્મી મેજર આશિષ દહિયા,મેજર કુણાલ,સુબેદાર વિકાસ તોમર,સુબેદાર મોહન રામ,હવાલદાર રોહિત કુમાર ડોગરા (મરણોત્તર),મેજર સત્યેન્દ્ર ધનકડ,કેપ્ટન દીપક સિંહ (મરણોત્તર), આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ઇશેથુંગ કિકોન, આસિસ્ટન્ટ ડાભી સંજય,હવાલદાર પ્રકાશ તમાંગ વાયુસેનાના ફ્લાઇટ લેફ્ટનન્ટ અમન સિંહ હંસને શૌર્ય ચક્રથી સન્માનિત કરાશે

નવી દિલ્હી :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 76માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ શસસ્ત્ર દળો અને કેન્દ્રીય શસસ્ત્ર પોલીસ દળના કૂલ 93 કર્મચારીઓને વીરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. મળતી માહિતી પ્રમાણે આ પૈકી 11 પુરસ્કાર મરણોપરાંત છે.
પંજાબ રેજિમેન્ટના મેજર મંજીતને એપ્રિલ,2024માં જન્મુ-કાશ્મીરના સોપોર જિલ્લાં એક ગુપ્ત ઓપરેશન દરમિયાન આતંકવાદીનો અંત લાવી તથા ફસાયેલા નાગરિકોને બચાવવા માટે કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત નાયક દિલવર ખાનને પણ કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવશે. જ્યારે 14 વીરોને શૌર્ય ચક્ર પ્રદાન કરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે આર્મી મેજર આશિષ દહિયા,મેજર કુણાલ,સુબેદાર વિકાસ તોમર,સુબેદાર મોહન રામ,હવાલદાર રોહિત કુમાર ડોગરા (મરણોત્તર),મેજર સત્યેન્દ્ર ધનકડ,કેપ્ટન દીપક સિંહ (મરણોત્તર), આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ઇશેથુંગ કિકોન, આસિસ્ટન્ટ ડાભી સંજય,હવાલદાર પ્રકાશ તમાંગ વાયુસેનાના ફ્લાઇટ લેફ્ટનન્ટ અમન સિંહ હંસને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે બહાદુરોને 2 કીર્તિ ચક્ર (1 મરણોત્તર), 14 શૌર્ય ચક્ર (3 મરણોત્તર),8 વાયુસેના મેડલ (વીરતા), 66 આર્મી મેડલ (વીરતા) (7 મરણોત્તર), 1 બાર ટુ આર્મી મેડલ (ગૈલેન્ટ્રી), 2 નૌકાદળ મેડલ (વીરતા)થી સન્માનિત કરવામાં આવશે.
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
