<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલા નામો પર વિચાર નહીં કરતા તેલંગાણાના 4 કરોડ લોકોનું અપમાન છેઃ રેવંત રેડ્ડી

પદ્મ પુરસ્કારોને લઈને તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની નારાજગીઃ પદ્મ પુરસ્કારને લઈને સરકાર પર ભેદભાવનો લગાવ્યો આરોપ

નવી દિલ્‍હીઃ  કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા પર શનિવારે 2025 માટે 139 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. પદ્મ પુરસ્કાર વિજેતાઓમાંથી 23 મહિલાઓ છે, 13 હસ્તીઓ એવી છે, જેમને મરણોપરાંત પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે હવે આ જ પદ્મ પુરસ્કારોને લઈને તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે રાજ્ય સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે.

તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ શનિવારે કેન્દ્ર દ્વારા કથિત રીતે પદ્મ પુરસ્કારો માટે રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલા નામો પર વિચાર નહીં કરતા અસંતોષ વ્યક્ત કર્યો છે. એવું માનવામાં આવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખવા પર વિચાર કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રીઓ અને અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ભેદભાવ તેલંગાણાના લોકોનું અપમાન છે.

તેલંગણાની રાજ્ય સરકારે કેટલાય નામોને કેન્દ્ર પાસે મોકલ્યા હતા. જેને પદ્મ પુરસ્કાર આપવાની ભલામણ કરી હતી. તેમાં લોક ગાયક અને ગીતકાર ગદ્દાર (પદ્મ વિભૂષણ), શિક્ષણ વિદ ચુક્કા રમૈયા (પદ્મ ભૂષણ), કવિ એંડી શ્રી (પદ્મ ભૂષણ), કવિ અને ગાયક ગોરાતિ વેંકન્ના (પદ્મ શ્રી) અને કવિ અને ઈતિહાસકાર જયધીર તિરુમાલાના નામોની ભલામણ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, પણ કેન્દ્ર તરફથી આ નામો પર વિચાર નહીં કરતા તેલંગાણાના 4 કરોડ લોકોનું અપમાન છે.

(11:08 AM IST)