<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સૌથી વધારે ૬ વખત ફ્રાન્સને મળ્યું ચીફ ગેસ્ટ બનવાનું સૌભાગ્ય

નવી દિલ્હી : ભારતના પ્રજાસત્તાક દિવસ સમારંભમાં દર વર્ષે એક મુખ્ય અતિથિને આમંત્રિત કરવામાં આવે છે. આ પરંપરા 1950થી શરુ થઈ હતી અને અત્યાર સુધી ચાલું છે. પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિની પસંદગી ભારતની વિદેશ નીતિ, દ્વિપક્ષીય સંબંધો અને આંતરરાષ્ટ્રીય સહયોગની દ્રષ્ટિથી ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. તેનાથી ભારતની વિદેશ નીતિની દિશા અને ક્ષેત્રિય-વૈશ્વિક સંબંધોનો સંકેત મળે છે.

પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ તરીકે જે દેશોના પ્રમુખોને આમંત્રિત કરવામાં આવે છે. તેમાં પાકિસ્તાન, અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જાપાન અને કેટલાય અન્ય પ્રમુખ દેશ સામેલ છે. આજે અમે આપને એ જણાવીશું કે પ્રજાસત્તાક દિવસ પર સૌથી વધારે મોકો મળશે. મુખ્ય અતિથિ બોલાવાની યોજના કેવી રીતે બનાવવામાં આવે છે અને આ પરંપરા આંતરરાષ્ટ્રીય સંબંધો પર શું પ્રભાવ પડે છે.

ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંબંધ હંમેશાથી જટિલ રહ્યા છે. પણ તણાવ અને સંઘર્ષ છતાં પ્રજાસત્તાક દિવસ સમારંભમાં પાકિસ્તાનના નેતાઓને મુખ્ય અતિથિ તરીકે બોલાવ્યા છે. પાકિસ્તાનને 1955 અને 1965માં ભારતના પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ બનાવ્યા હતા. 1955માં પાકિસ્તાનના ગવર્નર જનરલ મલિક ગુલામ મોહમ્મદને ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ બનાવ્યા હતા. તો વળી 1965માં પાકિસ્તાનના કૃષિ મંત્રી રાના અબ્દુલ હામિ ભારતના મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસમાં સામેલ છે.

અત્યાર સુધી પ્રજાસત્તાક દિવસના મુખઅય અતિથિ તરીકે સૌથી વધારે ફ્રાન્સના નેતાઓને આમંત્રણ મળ્યું છે. ફ્રાન્સના નેતાઓને 1976, 1980, 1998, 2008, 2016 અને 2024માં ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે. આ ભારત અને ફ્રાન્સની વચ્ચે દ્વિપક્ષીય સંબંધને દર્શાવે છે. જે રક્ષા, પરમાણુ,ઊર્જા, આતંકવાદ અને ટેકનિક સહયોગ જેવા ક્ષેત્રોમાં મજબૂત છે.

ફ્રાન્સ અને ભારતના સંબંધોમાં રણનીતિક ભાગીદારીની મિસાલ રજૂ કરતા બંને દેશોના કેટલાય મહત્વપૂર્ણ કરાર કર્યા છે. જેમાં રક્ષા ડિલ, મિસાઈલ ટેકનોલોજી અને અંતરિક્ષ કાર્યક્રમ સામેલ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિની ગણતંત્ર દિવસ પર હાજરી ભારત અને ફ્રાન્સના દ્વિપક્ષીય સંબંધોને મહત્વ વધારે છે અને આ બંને દેશો વચ્ચે સહયોગને મજબૂત બનાવે છે. તો વળી અમેરિકા ફક્ત એક વાર ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે કોઈ 2015માં રાષ્ટ્રપતિ બરાક ઓબામા આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.

(11:54 AM IST)