<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ ભવ્ય પરેડ યોજાઇઃ રાફેલ, સુખોઈની ગર્જના દ્વારા ભરતનું શકિત પ્રદર્શન

નવી દિલ્‍હીઃ  ભારત આજે 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય રીતે ઉજવણી  કરી રહ્યું છે.  પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ચીફ ગેસ્ટ તરીકે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો સમારોહમાં ભાગ લેશે. આ સમારોહનું મુખ્ય આકર્ષણ ફ્લાય-પાસ્ટ હતી. જે ભારતની વાયુશક્તિ પ્રદર્શિત કરશે. આ ઉપરાંત ડીઆરડીઓનો ટેબ્લો એ પણ ભારતની શક્તિનો પરચો બતાવ્‍યો હતો.

પ્રજાસત્તાક દિવસે ભારતીય વાયુસેના, ભારતીય ભૂમિ દળ અને ભારતીય નેવી એમ ત્રણેય સૈન્યએ કર્તવ્યપથ પર શૌર્ય બતાવ્યો હતો. રાફેલ અને સુખોઈ વિમાનોની ગર્જનાથી કર્તવ્ય પથ ગૂંજી ઊઠ્યો હતો. 

76મા પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પર ઈન્ડિયન આર્મીએ 'વિકસિત ભારત કી ઓર સદૈવ અગ્રેસર' થીમ પર ટેબ્લો રજૂ કર્યો 

76મા પ્રજાસત્તાક દિવસે કર્તવ્યપથ પર ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરાઇ હતી.

76મા પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કર્તવ્ય પથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ચીફ ગેસ્ટ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોને કર્તવ્યપથ પર આવકાર્યા 

પીએમ મોદી કર્તવ્ય પથ પર આયોજિત પ્રજાસત્તાક દિવસ સમારોહમાં પહોંચ્યા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સ્વાગત કર્યું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નેશનલ વૉર મેમોરિયલ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા 

(12:07 PM IST)