<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

દિલ્‍હીમાં ચૂંટણી પંચે પંજાબ પોલીસ હટાવી, ગુજરાત પોલીસ તૈનાત કરતા કેજરીવાલ ઉકળી ઉઠ્યાઃ પૂછયું આશું ચાલી રહ્યું છે ?

નવી દિલ્‍હીઃ રાજધાની  દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. આ દરમિયાન, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હી ચૂંટણી માટે 8 SRPF ટુકડી મોકલવાના ગુજરાત પોલીસના આદેશ પર સવાલો ઉઠાવ્યા છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે, ગુજરાત પોલીસનો આ આદેશ વાંચો… દિલ્હીથી ચુનાવ આયોગને પંજાબ પોલીસ હટાવીને ગુજરાત પોલીસ તૈનાત કરી છે. આ શું ચાલી રહ્યું છે?

ગુજરાત પોલીસના આદેશને શેર કરીને કેજરીવાલે ચૂંટણી પંચની સમજણ પર સવાલ ઉઠાવ્યા છે. આ પરિપત્ર 9 જાન્યુઆરી 2025 નો છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ દ્વારા પંજાબ પોલીસને બોલાવવામાં આવી ન હતી અને ન તો પંજાબ પોલીસ ચૂંટણી ડ્યૂટી માટે દિલ્હી આવી હતી.

પંજાબ પોલીસ માત્ર અરવિંદ કેજરીવાલની સુરક્ષા માટે આવી હતી, જેમાં પંજાબના 12 થી 15 પોલીસકર્મીઓ હતા, જે નિયમોની વિરુદ્ધ હતું. તેથી પંજાબ ડીજીપીએ સુરક્ષા પાછી ખેંચી લીધી અને પંજાબ પોલીસે દિલ્હી છોડવું પડ્યું, કારણ કે અરવિંદ કેજરીવાલ પણ દિલ્હી પોલીસની ઝેડ પ્લસ સુરક્ષા લઈ રહ્યા હતા. આ સાથે તેઓ પંજાબ પોલીસનું રક્ષણ પણ લઈ રહ્યા હતા.

ગુજરાત પોલીસની વાત કરીએ તો દેશના દરેક રાજ્યમાં જ્યારે પણ ચૂંટણી થાય છે ત્યારે ચૂંટણી પંચ વિવિધ રાજ્યોની પોલીસને ચૂંટણી ફરજ માટે બોલાવે છે. ચૂંટણી પંચ ગૃહ મંત્રાલયને પત્ર લખે છે અને ગૃહ મંત્રાલય અન્ય રાજ્યો સાથે સંકલન કરે છે અને સશસ્ત્ર પોલીસ પ્રદાન કરે છે.

માત્ર ગુજરાતની સશસ્ત્ર પોલીસ જ નહીં, ઉત્તરાખંડ પોલીસ, કર્ણાટક પોલીસ સહિત અનેક રાજ્યોની પોલીસ દિલ્હીમાં છે, તેમનું કામ કાયદો અને વ્યવસ્થામાં સહકાર આપવાનું છે, મતદાન મથકો પર તૈનાત રહેવાનું છે, આ તમામ ચૂંટણી પંચ હેઠળ ફરજ બજાવે છે.

(1:55 PM IST)