<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

ભારતીય રેલવેમાં ITI પાસ ઉમેદવારોની 1154 જગ્યાઓ ભરતીની જાહેરાત

ભરતી માટે અરજી પ્રક્રિયા ગઇકાલ થી શરૂ થઈ ગઈ છેઃ રેલવેની સત્તાવાર વેબસાઈટ rrcecr.gov.in પર જઇને ઑનલાઇન અરજી કરી શકો છો

નવી દિલ્‍હીઃ  પૂર્વ મધ્ય રેલવે (ECR) એ 2025માં એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત આપી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 25 જાન્યુઆરી 2025 થી શરૂ થઈ ગઈ છે, અને 14 ફેબ્રુઆરી 2025 સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. આ પદો પર અરજી કરવા માટે, ઉમેદવારોએ રેલવેની સત્તાવાર વેબસાઈટ rrcecr.gov.in પર જઇને ઑનલાઇન અરજી કરવી પડશે.

કુલ જગ્યાઓ: 1154

  • વિભાગો: દાનાપુર, ધનબાદ, સમસ્તીપુર અને અન્ય
  • આરંભ તારીખ: 25 જાન્યુઆરી 2025
  • અંતિમ તારીખ: 14 ફેબ્રુઆરી 2025

આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોએ નીચે જણાવેલા માપદંડો પૂરા કરવાના હોવા જોઈએ

  • 10મું ધોરણ 50% ગુણ સાથે પાસ.
  • ITI (Industrial Training Institute) માં ડિગ્રી અથવા પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • 1 જાન્યુઆરી 2025ના રોજ ઉમેદવારની ઉંમર 15 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • SC, ST, OBC અને અન્ય અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરની મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.

 

સૌથી પહેલા, રેલવેની સત્તાવાર વેબસાઈટ rrcecr.gov.in પર જાઓ. ત્યારબાદ "એપ્રેન્ટિસ ભરતી 2025" પર ક્લિક કરો. જરૂરી માહિતી જેમ કે વ્યક્તિગત વિગતો અને શૈક્ષણિક લાયકાત ભરો. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને અરજી ફી પેમેન્ટ કરો. "સબમિટ" બટન પર ક્લિક કરીને તમારી અરજી કરો, ફીની વાત કરીએ તો સામાન્ય અને OBC ઉમેદવારો માટે રૂ. 100, SC/ST, મહિલા, અને પીઇસીએ (શારીરિક રીતે વિકલાંગ) ઉમેદવારો માટે અરજી ફી મુક્ત છે. અરજી ફી ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા ઈન્ટરનેટ બેન્કિંગથી કરી શકો છે. પૂર્વ મધ્ય રેલવે એપ્રેન્ટિસ ભરતી 2025 માટેની પસંદગી મેરિટના આધારે થશે. મેરિટ 10મું ધોરણ અને ITIમાં મેળવેલા માર્ક્સના આધારે તૈયાર કરવામાં આવશે.

(2:44 PM IST)