<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

સૂડાનની હોસ્પિટલમાં હુમલોઃ સારવાર કરાવવા ગયેલઃ ૭૦ દર્દીના મોત

-વિશ્‍વ સ્‍વાસ્‍થ્‍ય સંગઠનના ડાયરેકટર ટેડ્રોર્સ આપી માહિતીઃ હુમલાખોરનો ખુલાસો ન કર્યો

નવી દિલ્‍હી : સૂડાનના અલ ફશર શહેરમાં એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં 70 લોકોના મૃત્યુ થયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે આ જાણકારી આપી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિદેશક ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયેસસે સોશિયલ મીડિયા મંચ એક્સ પર એક પોસ્ટ દ્વારા આ આંકડા જાહેર કર્યા છે.

ઉત્તરી દારફુર પ્રાંતની રાજધાનીમાં અધિકારીઓ અને અન્ય લોકોએ પણ શનિવારે આ પ્રકારના આંકડાનો હવાલો આપ્યો હતો. પણ ધેબ્રેયસસે હતાહતની સંખ્યાની જાણકારી આપતા પહેલા આંતરરાષ્ટ્રીય સ્ત્રોત છે. ધેબ્રેયેસસે લખ્યું કે સૂડાનના અલ ફશરમાં સઉદી હોસ્પિટલ પર થયેલા ભયાનક હુમલામાં 19 દર્દીઓ ઘાયલ થયા અને 70 લોકોના મૃત્યુ થઈ ગયા. હુમલા સમયે હોસ્પિટલમાં દર્દીઓની ભીડ હતી.

અહીં ખાસ વાત એ છે કે ડબ્લ્યૂએચઓ ચીફે એ નથી જણાવ્યું કે, હોસ્પિટલ પર હુમલો કોણે કર્યો. તો વળી સ્થાનિક અધિકારીઓએ આ હુમલા માટે વિદ્રોહી રેપિડ સપોર્ટ પોર્સને દોષિત ઠેરવી રહી છે. જો કે આરએસએફે આ હુમલાની હાલમાં તો જવાબદારી લીધી નથી.

એપ્રિલ 2023થી સૂડાની સેના અર્ધસૈનિક રેપિડ સપોર્ટ ફોર્સેઝ સાથે યુદ્ધમાં છે. આ વિદ્રોહીઓએ દારફુરના લગભગ આખા પશ્ચિમી વિસ્તાર પર કબજો કરી લીધો છે. સાથે જ મેથી ઉત્તરી દારફુરની રાજધાની એલ શફર પર ઘેરાવ કર્યો છે. પણ તે શહેર પર પોતાનો દાવો કરવામાં સફળ રહ્યો નહોતા. કારણ કે સૂડાની સેના તેમને વારંવાર પાછી ધકેલી રહી છે.

(3:44 PM IST)