તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
હિંમતનગરના જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં વર્તમાન પ્રમુખ અને પૂર્વ અધ્યક્ષ જુથ વચ્ચે મારામારીઃ એક સીવીલ હોસ્પીટલમાં દાખલ
અશોક નાથા પટેલ અને કમલેશ પટેલ વચ્ચે ઘણા સમયથી જુથવાદ વકરેલઃ પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમ દરમિયાનની ઘટનાથી રાજકીય ગરમાવો

હિમતનગરઃ સાબરકાંઠાના હિંમતનગરમાં પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમો દરમિયાન જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની છે. જિલ્લા કક્ષાના કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે મારામારી થઇ છે જેમાં પૂર્વ જિલ્લા પ્રમુખ કમલેશ પટેલ અને તેના ગ્રુપે હાલના જિલ્લા પ્રમુખ અશોક નાથા પટેલ અને તેના સમર્થકો પર હુમલો કર્યો છે. કોંગ્રેસના ત્રણ હોદ્દેદારોએ પૂર્વ શહેર પ્રમુખ પ્રિયવદન પટેલ સહિત કાર્યકરો પર હુમલો કર્યો છે. કોંગ્રેસમાં ચાલી રહેલા જૂથવાદને કારણે છેલ્લા કેટલાક સમયથી માથાકૂ ચાલતી હતી, જે આજે મારામારીમાં પરિણમી છે. મારામારીની આ ઘટનામાં એક કાર્યકરને વધુ ઇજા થતા તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યો છે.
આ સમગ્ર મામલે અશોક નાથા પટેલ ફરિયાદ નોંધાવવા બી ડિવિઝન પોલીસ મથક પહોંચ્યા છે. પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમો દરમિયાન તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા માથાકૂટ થતા હિંમતનગર શહેર સહિત સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસનું રાજકારણ ગરમાયુ છે.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
