તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 26th January 2025
બાંગ્લાદેશ સામે ટ્રમ્પની મોટી કાર્યવાહી: ઢાકાને અપાતી તમામ મદદ તાત્કાલિક અસરથી બંધ
બાંગ્લાદેશને આપવામાં આવતી સહાયતા અટકાવવા સાથે તમામ પ્રકારના પ્રોજેક્ટ્સ પર પણ રોક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશ સામે મોટી કાર્યવાહી કરી છે. ટ્રમ્પે બાંગ્લાદેશને આપવામાં આવતી તમામ પ્રકારની મદદને તાત્કાલિક અસરથી અટકાવી દીધી છે. ટ્રમ્પે કાર્યાકારી આદેશમાં બાંગ્લાદેશને આપવામાં આવતી તમામ પ્રકારની સહાયતાને અટકાવી દેવા આદેશ કર્યો છે.
આ આદેશમાં બાંગ્લાદેશને આપવામાં આવતી સહાયતા અટકાવવા સાથે તમામ પ્રકારના પ્રોજેક્ટ્સ પર પણ રોક લગાવવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશમાં ચાલી રહેલા તમામ કામોને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી રહ્યા છે. USAIDએ એક પત્ર ઈશ્યુ કરીને આ માહિતી આપી છે. તેમાં અનુદાન અને કરારો સહિત તમામ સહાતાય કાર્યક્રમો તાત્કાલિક બંધ કરવાની વાત કરવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થઈ રહેલા અત્યાચારોનો મુદ્દો ઉઠાવ્યો અને ટ્રમ્પ વહીવટીતંત્રને બાંગ્લાદેશ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેના થોડા જ દિવસોમાં અમેરિકાએ બાંગ્લાદેશ સામે આ કડક કાર્યવાહી કરી છે.
જોકે, USએ બાંગ્લાદેશ સામે કાર્યવાહી કરવાનું કોઈ કારણ આપ્યું નથી. પરંતુ ટ્રમ્પના આ નિર્ણયને બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસ સરકાર માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. USAID એક અમેરિકન એજન્સી છે. જે આરોગ્ય,શિક્ષણ, કૃષિ, આપત્તિ અને માનવતાવાદી સહાય જેવી બાબતોમાં વિવિધ દેશોને અબજો ડોલરની સહાય પૂરી પાડે છે. અમેરિકાના આ પગલાથી બાંગ્લાદેશને મોટો ઝટકો લાગ્યો છે.
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
