<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th January 2025

એલોન મસ્કની નીતિથી નારાજ બિલ ગેટ્સ ! ટ્રમ્પની સરકારમાં ટેસ્લા માલિકની ભૂમિકા પર ઉઠ્યા સવાલો

બિલ ગેટ્સે અમેરિકન રાજકારણમાં એલોન મસ્કની ભૂમિકાની પ્રશંસા કરી પરંતુ સરકારી ખર્ચમાં ઘટાડો કરવા માટે લેવાયેલ કડક પગલાં અંગે ચિંતા પણ વ્યક્ત કરી

માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે વોલ સ્ટ્રીટ જર્નલ સાથેના તાજેતરના ઈન્ટરવ્યુમાં અમેરિકન રાજકારણમાં આવેલા ફેરફારો અને એલોન મસ્કની ભૂમિકા વિશે તેમના મંતવ્યો શેર કર્યા હતા. તેમણે સરકારી કાર્યક્ષમતા વિભાગ (DOGE) હેઠળ નકામા ખર્ચને ઘટાડવા માટે મસ્ક જે પગલાં લઈ રહ્યા છે તેની તેમણે પ્રશંસા કરી, પરંતુ તેમણે વૈશ્વિક સ્વાસ્થ્ય પહેલ પર સંભવિત નકારાત્મક અસરો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

 

એલોન મસ્કે સરકારી ખર્ચ ઘટાડવા માટે ઘણા કડક પગલાં લીધા છે. આ વિશે વાત કરતાં બિલ ગેટ્સે કહ્યું કે DOGE ટાસ્ક ફોર્સ દ્વારા કેન્દ્રીય ખર્ચ ઘટાડવાના મસ્કના પ્રયાસો યોગ્ય દિશામાં છે. ગેટ્સ એવું પણ માનતા હતા કે આર્થિક સ્થિરતા માટે ખાધ ઘટાડવી જરૂરી છે. તેમણે કહ્યું, "હું માનું છું કે ખાધ ઓછી કરવી મહત્વપૂર્ણ છે, કારણ કે તે ભવિષ્યમાં આર્થિક સમસ્યાઓ ઊભી કરી શકે છે."

 

જો કે, ગેટ્સે મસ્ક દ્વારા અપનાવવામાં આવેલા કેટલાક કડક પગલાં અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બજેટ કાપના સંદર્ભમાં સંતુલિત અભિગમની જરૂરિયાત પર ભાર મૂક્યો, ખાસ કરીને HIV જેવા ગંભીર રોગોની સારવાર માટે ચાલી રહેલી યોજનાઓના ભંડોળ માટે સતત અપીલ કરી. ગેટ્સે ચેતવણી આપી હતી કે જો આવી યોજનાઓ બંધ કરવામાં આવશે, તો તે આફ્રિકા જેવા ગરીબ અને વિકાસશીલ દેશોને સૌથી વધુ અસર કરશે. 

 

ગેસ્ટે કહ્યું કે, "જો તમે HIV સારવાર જેવી પહેલો બંધ કરશો, તો માત્ર લોકો મૃત્યુ પામશે જ નહીં, પરંતુ તે આફ્રિકા જેવા વિસ્તારોમાં નકારાત્મક લાગણીઓ પેદા કરશે. અમારી પાસે ઇલાજ હોવા છતાં, તેને બંધ કરવું એ એક મોટી ભૂલ હશે."

 

બિલ  ગેટ્સે અમેરિકન રાજકારણમાં એલન મસ્કના વધતા પ્રભાવ તેમજ યુરોપમાં તેમની રાજકીય સંડોવણી અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. અન્ય એક મુલાકાતમાં ગેટ્સે 'લોકપ્રિય ચળવળ' માટે મસ્કના સમર્થનની ટીકા કરી હતી. તેમણે જર્મનીના જમણેરી પક્ષ 'અલ્ટરનેટિવ ફોર જર્મની (AFD)' માટે મસ્કના સમર્થન પર સવાલ ઉઠાવ્યા હતા અને શ્રીમંત વ્યક્તિઓ દ્વારા વિદેશી ચૂંટણીઓને પ્રભાવિત કરવાના પ્રયાસો અંગે ચિંતા વ્યક્ત કરી હતી

(9:34 PM IST)