<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th January 2025

કેન્દ્ર સરકાર નિષ્ફળ, હવે સંત સમાજ ફસલોની યોગ્ય રકમ અપાવશે : જ્યોતિષ પીઠાધીશ્વર

જ્યોતિષ પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું ખેડૂતોની મહેનતનું સમ્માન કરવું અમારો ધર્મ છે. જો સરકાર નિષ્ફળ જશે તો, સંત સમાજ જૈવિક અને શુદ્ધ અન્નનું ઉત્પાદન કરવાવાળા ખેડૂતોનું સમર્થન કરશે.

મહાકુંભ નગર: સંગમ ક્ષેત્રમાં ચાલી રહેલ પરમ સંસદમાં ખેડૂતોની સમસ્યાઓ અને તેમના સમાધાન પર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યોતિષ પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ દેશના ખેડૂતોને તેમના હક્ક અપાવવાને માટે ધર્માદેશ બહાર પાડતા  કહ્યું કે, જો કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમની ફસલોની યોગ્ય કિંમત નથી આપી શકતી, તો હવે સંત સમાજ આગળ આવશે. તેઓએ કહ્યું કે, ખેડૂતોની મહેનતનું સમ્માન કરવું અમારો ધર્મ છે. જો સરકાર નિષ્ફળ જશે તો, સંત સમાજ જૈવિક અને શુદ્ધ અન્નનું ઉત્પાદન કરવાવાળા ખેડૂતોનું સમર્થન કરશે.

પરમ સંસદમાં નિર્ણય લેવામાં આવ્યો કે ખેડૂત રાસાયણિક ખાતર અને ઝેરીલા જંતુનાશકોનો ઉપયોગ બંધ કરે અને શુદ્ધ તથા જૈવિક અન્નનું ઉત્પાદન કરે. સંત સમાજે એવો ભરોસો આપ્યો કે  શુદ્ધ અન્ન ઉત્પાદિત કરવાવાળા ખેડૂતો પાસેથી તેમની ફસલો મો-માગી રકમ આપીને ખરીદવામાં આવશે. આ પગલું ફક્ત ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરશે એટલું જ નહીં પરંતુ તેમને આત્મહત્યા જેવી દુખદ પરિસ્થિતિયોમાંથી પણ બચાવશે. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, અમારા દેશમાં શુદ્ધ અન્ન અને શુદ્ધ જળની ઉપલબ્ધતા સૌથી મોટી સમસ્યા બની ચૂકી છે. સરકાર દરેક પ્રકારના ગેરંટી આપે છે, પરંતુ શુદ્ધ ખાદ્ય પદાર્થ અને પાણીનું વચન નથી આપતી. એ જરૂરી છે કે, આપણે આપણા ભોજનની ગુણવત્તાને સમજીએ, કારણકે જેવું અન્ન હશે, તેવું જ આપણું તન અને મન થશે. સંત સમાજે ખેડૂતોને પ્રેરિત કર્યા છે કે, તેઓ જૈવિક ખેતીને અપનાવે. તેઓએ કહ્યું કે એવું અન્ન ઉગાડવું જોઈએ, જે સંપૂર્ણ રીતે શુદ્ધ હોય, અને રસાયણોથી મુક્ત હોય. પરમ સંસદમાં એક ધર્માદેશ બહાર પાડતા, એવી ઘોષણા કરવામાં આવી કે, ખેડૂતોને તેમની મહેનતની યોગ્ય રકમ અપાવવાને માટે સંત સમાજ આગળ આવશે. આ સંબંધમાં કેન્દ્ર સરકારને એક પ્રસ્તાવ મોકલવામાં આવશે. પ્રસ્તાવમાં માંગણી કરવામાં આવી છે કે, શુદ્ધ અન્ન ઉત્પાદકોને તેમનું મૂલ્ય નિર્ધારિત કરવાના અધિકાર આપવામાં આવે. સંત સમાજે કહ્યું કે, જો સરકાર આ દિશામાં ચોક્કસ પગલા નહી ભરે તો, તેઓ ખેડૂતોના સમર્થનમાં આંદોલન પણ કરશે. મહાકુંભમાં સંત સમાજનો આ નિર્ણય ફક્ત

ખેડૂતોના હિતમાં જ નહીં પરંતુ તે સમાજને શુદ્ધ અને સ્વસ્થ જીવન જીવવાની દિશામાં પણ પ્રેરિત કરશે. આ નિર્ણય ખેડૂતોની આવક વધારવા અને તેમને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે, પરંતુ સાથેસાથે જૈવિક ખેતી દ્વારા દેશને શુદ્ધ અન્ન અને શુદ્ધ જળની ભેટ પણ આપશે.

(9:47 PM IST)