<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th January 2025

૧૮૮૧માં નક્ષત્રોની જે સ્થિતિ હતી એ ૧૪૪ વર્ષ પછી પાછી મહાકુંભમા આવી

પ્રયાગરાજમાં યોજાયેલો મહાકુંભ મેળો વિશ્વભરમાં ચર્ચિત બન્યો છે. વિશ્વના ૫૨ દેશોની વસ્તી ભેગી કરો એટલી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરી અપેક્ષિત છે

પ્રયાગરાજ: સમુદ્રમંથન વખતે દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. આ યુદ્ધ દરમ્યાન અમૃતના ઘડામાંથી ચાર ટીપા અલગ અલગ સ્થાન ઉપર પડ્યા. આ સ્થાન એટલે હરિવ્દાર, ઉજ્જૈન, પ્રયાગરાજ અને નાશિક એટલે આ ચારે જગ્યાએ કુંભમેળો યોજાય છે. સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં અને ગુરુ વૃષભમાં હોય ત્યારે કુંભમેળો પ્રયાગ રાજ માં યોજાય છે. ૧૮૮૧માં નક્ષત્રોની જે સ્થિતિ હતી એ ૧૪૪ વર્ષ પછી પાછી પ્રયાગરાજ ખાતેના કુંભમેળામાં આવેલી હોઈ, તેમજ અહીં ગંગા, યમુના અને લુપ્ત સરસ્વતીનો સંગમ થતો હોવાથી આ કુંભમેળાનું મહત્વ અનેક ઘણું વધી ગયું છે.

કુંભમેળામાં વિવિધ અખાડાના સાધુઓ જોડાય છે. ધાર્મિક મઠની પરંપરામાં શરૂઆતમાં ૪ અખાડા હતા, પછી મતમતાંતર થતાં એમનું વિભાજન થયું અને હવે ૧૫ મુખ્ય અખાડા છે. નિર્મોહી, નિર્વાણી, દિગંબર, જૂના, આવાહન, પંચઅગ્નિ, તપોનિધિ, નિરંજન, પંચાયતી અખાડા મહાનિર્વાણી, આઠલ, બડા ઉદાસીન, નયા ઉદાસિન અને નિર્મલ અખાડા મુખ્ય ગણાય છે. મહિલાઓ અને કિન્નરોનો પણ પોતાનો અખાડો છે. દરેક અખાડાની પોતાની કાર્યપદ્ધતિ હોય છે. જેઓ શિવની ભક્તિ કરે તે શૈવ, વિષ્ણુની ભક્તિ કરે તે બૈરાગી અને ત્રીજો સંપ્રદાય ઉદાસીન પંથ ગણાય છે. જોકે આ બધા જ પવિત્ર સ્ન્નાનની પરંપરામાં જોડાઈ વિવિધતામાં એકતાનો સંદેશ આપે છે. પ્રયાગરાજમાં યોજાયેલો મહાકુંભ મેળો વિશ્વભરમાં ચર્ચિત બન્યો છે. વિશ્વના ૫૨ દેશોની વસ્તી ભેગી કરો એટલી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરી અપેક્ષિત છે

(9:49 PM IST)