<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th January 2025

મહાકુંભના મેળામાં રોબોટ ૧૨ મિનિટમાં ૨૪ લીટર ચ્હા બનાવે છે

કુંભમેળાના સેક્ટર :- ૧,૨,૨૦,૨૧,૨૪ અને ૨૫ માં વિશેષ ૧૦ ચ્હા પોઇન્ટ બનાવાયા :દરેક કેન્દ્ર પર બે બ્રુઈગ રોબોટ કાર્યરત

મહાકુંભ નગર: પ્રયાગરાજના કુંભમેળામાં કર્ણાટક મિલ્ક ફેડરેશન અને ચ્હા પોઇન્ટના સંયુક્ત સહકાર દ્વારા કુંભમેળાના સેક્ટર :- ૧,૨,૨૦,૨૧,૨૪ અને ૨૫ માં વિશેષ ૧૦ ચ્હા પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. દરેક કેન્દ્ર પર બે બ્રુઈગ રોબોટ ૧૨ મિનિટમાં ૧૪ લીટર ચ્હા બનાવે છે, તેને કર્મચારી વ્દારા લોકોને સામાન્ય કિંમતમાં ચ્હા પૂરી પાડવામાં આવે છે. સમગ્ર મહાકુંભ દરમિયાન દરરોજ ૧૦ કેન્દ વ્દારા લાખો ચ્હાના કપના વેચાણનું લક્ષણ રાખવામાં આવ્યું છે. બ્રુઈગ રોબોટને ભારતમાં જ બનાવવામાં આવ્યું છે. બેંગ્લોરુમા તેની શરૂઆત ૨૦૧૦મા થયેલી, હવે સમગ્ર દેશમાં ૫૦૦૦ સ્થાનો પર આ રોબોટ કામ કરી રહેલ છે. ચ્હા પોઈન્ટના ફાઉન્ડર અમલિક સિંહે જણાવ્યું હતું કે, આ ચ્હા નું મશીન નથી પરંતુ ભારતીય ચ્હા પદ્ધતિ અનુસાર ચ્હાને ઉકાળીને તેમજ રેસિપી અનુસાર તૈયાર કરે  છે.

(9:50 PM IST)