<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th January 2025

સંગમ નગરીમાં પહેલીવાર વર્લ્ડ હિન્દૂ ઈકોનામિક ફોરમ થશે

ફોરમમાં સામેલ થનાર પ્રતિભાગી ઉત્તર પ્રદેશ અને દેશને આગળ વધારનારી અર્થવ્યવસ્થા પર કેન્દ્રિત ચર્ચામાં વિચારો રજૂ કરશે.

મહાકુંભ નગર: મહાકુંભના આધુનિક ઈતિહાસમાં વર્લ્ડ હિન્દૂ ઇકોનામિક ફોરમનું આયોજન તા.૮ ફેબ્રુઆરી-૨૦૨૫ ના રોજ કરવામાં આવ્યું છે. ધર્મ- અધ્યાત્માના મેળામાં આવો કાર્યક્રમ પહેલીવાર આયોજિત કરવામાં આવી રહ્યો છે. તેમાં સામેલ થનાર પ્રતિભાગી ઉત્તર પ્રદેશ અને દેશને આગળ વધારનારી અર્થવ્યવસ્થા પર કેન્દ્રિત ચર્ચામાં વિચારો રજૂ કરશે. ફોરમનું લક્ષ્ય મહાકુંભમાં આર્થિક વિચાર-વિમર્શની પ્રાચીન પરંપરાને પુનઃજીવિત કરવાનો છે. મહાકુંભના સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક મહત્વને ઉજાગર કરવાને માટે વિશેષ સત્રનું આયોજન કરવામાં આવશે. ફોરમ વૈશ્વિક હિન્દૂ સમાજને આર્થિક વિકાસ તથા આપસી સહયોગને પ્રોત્સાહિત કરવાને માટે સમર્પિત છે. “સમાજને સમૃદ્ધ બનાવવા” ના દ્રષ્ટિકોણ તથા “અધિશેષ ધનનું અર્જન કરી સમાજ હિતમાં વિતરિત કરવાના”  ઉદ્દેશ્ય સાથે ૨૦૧૨ થી વિશ્વના જુદા જુદા દેશોમાં વાર્ષિક સમ્મેલનોનું આયોજન કરી રહ્યા છે.

(11:39 PM IST)