તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 28th January 2025
કૈલાશ માનસરોવર યાત્રા ફરીથી શરૂ કરવા નિર્ણય : ભારત-ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ્સ ઉડશે
વિદેશ મંત્રાલયે કહ્યું કે બન્ને દેશ વચ્ચે સીધી વિમાની સેવા ફરીથી શરૂ કરા માટે પણ સૈદ્ધાંતિક રીતે સહમતી થઈ

ભારત અને ચીન વચ્ચે સોમવારે કૈલાશ માનસરોવર યાત્રા ફરીથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બન્ને દેશો સંબંધોને સ્થિર અને પૂર્વવત કરવા માટે કેટલાક લોકલક્ષી પગલા ભરવા માટે સહમત થયા છે. વિદેશ મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ બેઈજીંગમાં ચીન ખાતેના સમકક્ષ સુન વેઈદોંગ સાથે વાતચીત કર્યાં બાદ જણાવ્યું હતું.
વિદેશ મંત્રાલયે કહ્યું કે બન્ને દેશ વચ્ચે સીધી વિમાની સેવા ફરીથી શરૂ કરા માટે પણ સૈદ્ધાંતિક રીતે સહમતી થઈ છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ઓક્ટોબરમાં કઝાન ખાતે બેઠકમાં સહમતી થઈ હતી. બન્ને પક્ષોએ ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિની વ્યાપક સમીક્ષા કરી અને સંબંધોને સ્થિર તથા સક્રિય કરવા માટે જન-કેન્દ્રીત પગલા ભરવા મટે સહમતિ વ્યક્ત કરી હતી.
વિદેશ મંત્રાલયે કહ્યું કે આ સંદર્ભમાં બન્ને પક્ષોએ વર્ષ 2025ની ગરમીમાં કૈલાશ માનસરોવર યાત્રા ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષો હાઇડ્રોલોજિકલ ડેટાની જોગવાઈ ફરી શરૂ કરવા અને સરહદ પારની નદીઓ સંબંધિત અન્ય સહયોગ અંગે ચર્ચા કરવા માટે ભારત-ચીન નિષ્ણાતસ્તરની મિકેનિઝમની વહેલી બેઠક બોલાવવા માટે પણ સંમત થયા છે.
(12:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
