<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

ચાંદી રૂપિયા 2,000 રૂપિયાનું મોટું ગાબડું :સોનામાં અઠવાડિયાથી ચાલતી તેજીને બ્રેક :રૂ,200નો ઘટાડો

વિશ્વ બજારમાંથી મળેલા નબળા સંકેત વચ્ચે સોનામાં છેલ્લા આઠ સેશનથી ચાલતી તેજી અટકી

નવી દિલ્હી :વિશ્વ બજારમાંથી મળેલા નબળા સંકેત વચ્ચે સોનામાં છેલ્લા આઠ સેશનથી જે તેજી ચાલી રહી હતી તેને આજે બ્રેક લાગી હતી.રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે ચાંદી પણ કિલો દીઠ રૂપિયા 2000 ગગડીને રૂપિયા 92,000 રહી છે. જ્યારે દિલ્હી ખાતે સોનુ 10 ગ્રામદીઠ રૂપિયા 200 ઘટી રૂપિયા 83,100 રહ્યો છે.

જ્યારે સ્ટાન્ડર્ડ સોનુ રૂપિયા 100 ઘટી રૂપિયા 82,600 રહ્યું છે. એશિયાના બજારમાં કોમેક્સ ચાંદી વાયદો 0.79 ટકા ઘટી રૂપિયા 30.94 ડોલર પ્રતી ઔંસ જ્યારે સોનાનો વાયદો રૂપિયા 328 ઘટી રૂપિયા 79,698 રહ્યો હતો.

જ્યારે અમદાવાદ ખાતે સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 83,100,જ્યારે સોનુ (99.5) રૂપિયા 82,900 રહ્યા છે. ચાંદીનો ભાવ રૂપિયા 91,000 રહ્યા હતા.

(12:26 AM IST)