તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 28th January 2025
યુપીમાં આધેડ વયના શખ્સે શિવ મંદિરમાં ગુપ્તાંગ કાપીને ચઢાવ્યું
અંધશ્રધ્ધાએ વાળ્યો દાટ

સીતાપુર, તા.૨૭: એક તરફ ભારત વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મોટી સફળતાઓ મેળવી રહયું છે, છે ત્યારે એક ભારત એવું પણ છે જ્યાં હજુ પણ અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે. ઉત્તર -દેશના સીતાપુરમાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. બહરૌલી ગામના એક આધેડ વયના શખ્સે પોતાનું ગુપ્તાંગ કાપીને ભગવાન શિવના મંદિરમાં ચઢાવ્યું હતું. આ ઘટના બાદ ગામમાં ચકચાર મચી ગઈ છે. આધેડને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, પોલીસ અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહયા છે.
મળતી માહિતી મુજબ, ગામના ૫૦ વર્ષીય રહેવાસી બિહારી લાલે શનિવારે તીક્ષ્ણ હથિયારથી પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું અને ૧૫ વર્ષના દીકરાને ગામના શ્રી જાગેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ પર ચઢાવવા મોકલ્યો. દીકરો કપાયેલું ગુપ્તાંગને શિવલિંગ પર અર્પણ કરી ઘરે પાછો ફર્યો એન બિહારીલાલને લોહીથી લથપથ પડેલો જોયો.
જ્યારે ગામલોકોને આ ઘટના અંગે માહિત મળ્યા બાદ મંદિરમાં ભારે ભીડ એકઠી થઇ ગઈ. ગામલોકો આઘાતમાં આવી ગયા અને મંદિરમાં જોરથી ‘ઓમ નમઃ શિવાય'નો જાપ કરવા લાગ્યા. કથિત રીતે આધેડ માનસિક રીતે બીમાર છે. હાલમાં, સીતાપુર જિલ્લા હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
હોસ્પિટલમાં દાખલ.
આધેડની પત્નીએ માહિતી આપતા જણાવ્યું કે જ્યારે બિહારી લાલને સવારે ઉઠીને નહાવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે ના પાડી દીધી. તેણે કહયું, મને મંદિર લઈ જાઓ. પરિવારજનો તેને મંદિરમાં લઈ ગયા, જ્યાં પૂજા કર્યા પછી, તેઓ તેને ઘરે પાછો લાવ્યા.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
