News of Tuesday, 28th January 2025
નારાજ થઈને ગુસ્સામાં પતિ પર કેસ કરવા પોલીસ સ્ટેશને ગઈ પત્નિઃ પતિએ રોમેન્ટિક ગીત ગાઈને મનાવી લીધી
ગીતનું નામ હતું ‘‘દહલીઝ પર મેરે દિલ કી..'' ગીત સાંભળતા જ પત્નિ માની ગઈ અને ગુસ્સો શાંત થઈ ગયો

નવી દિલ્હી, તા.૨૮: સોશિયલ મીડિયા તાજેતરમાં એક વીડિયો વાયરલ થઈ રહયો છે, જેમાં પતિ-પત્નીની લડાઈ સાથે જોડાયેલ છે. તેમાં એક પતિ પોતાની પત્નીને રોમેન્ટિક ગીત ગાઈને મનાવતો દેખાઈ રહયો છે. આ ઘટના ઝાંસીની હોવાનું કહેવાય છે. જ્યાં પત્ની અને પતિ વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. પત્ની નારાજ થઈને પોલીસ સ્ટેશન પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવા ગઈ હતી. ત્યારબાદ પતિને પણ પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો. જોકે, મામલો વધતો જોઈ પતિએ પોતાની ભૂલ સ્વીકારી લીધી. સાથે જ પત્નીને શાંત કરવા માટે એક રોમેન્ટિક ગીત ગાવાનું શરૂ કરી દીધું. આ ગીતનું નામ હતું ‘‘દહલીઝ પર મેરે દિલ કી..'' ગીત સાંભળતા જ પત્ની માની ગઈ અને ગુસ્સો શાંત થઈ ગયો.
પતિ દ્વારા ગાવામાં આવેલું રોમેન્ટિક ગીતથી પત્ની માની ગઈ. ગીત દરમ્યાન પત્ની ઈમોશનલ થઈ ગઈ અને તેણે પોતાના પતિને ગળે લગાવી લીધો. આ શાનદાર ક્ષણ જોઈ ત્યાં હાજર પોલીસના જવાનો પણ જોઈને ચોંકી ગયા હતા. ગીત બાદ બંને વચ્ચે ઝઘડો ખતમ થઈ ગયો અને તેઓ રાજીખુશી બહાર નીકળ્યા. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહયો છે અને લોકો તેના પર અલગ અલગ પ્રતિક્રયિા આપી રહયા છે.
પતિ-પત્ની સાથે જોડાયેલો આ મામલો જૂનો હોય તેવું લાગે છે, પણ સોશિયલ મીડિયા પર ફરી એક વાર આ વીડિયો વાયરલ થઈ રહયો છે. આ વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે, ભાઈએ વિચાર્યું કે મામલો આગળ વધે છે તો ગીત ગાઈને નિવેડો લાવી દીધો. તો વળી બીજાએ લખ્યું કે, આવી જ રીતે પ્રેમ કરતા રહો, સુખ અને દુખ હંમેશા આવતા રહેશે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર law_is_supreme_official પરથી શેર કરવામાં આવ્યો હતો.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
