<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

આવતીકાલે મૌની અમાસ પર રાતે ૮ વાગ્‍યાથી પ્રારંભ થશે મહાસ્‍નાન : ૧૦ કરોડથી વધુ લગાવશે ડૂબકી

અત્‍યાર સુધીમાં ૧૪ કરોડથી વધુ એ સંગમમાં સ્‍નાન કર્યું : મહાકુંભના બીજા અમૃત સ્‍નાન માટે તડામાર તૈયારીઃ રેલ્‍વે સ્‍ટેશનો, હોલ્‍ડિંગ એરિયા અને આશ્રય સ્‍થાનો પર સુવિધાઓ અને વ્‍યવસ્‍થા વિશે માહિતી લીધી સંગમ ખાતે સંતો અને અખાડાના ભક્‍તો માટે અલગ સ્‍નાનઘાટ હશે : અખાડાના રૂટ સીલ :૧૦ જિલ્લાના ડીએમ-એસપીએ ચાર્જ સંભાળ્‍યો

નવી દિલ્‍હી, તા.૨૮: કુંભના સૌથી મોટા અમળત સ્‍નાન ઉત્‍સવ, મૌની અમાવસ્‍યા પર અમળત પીવાની ઇચ્‍છા સાથે સંગમની પવિત્ર ભૂમિ પર આવતા લાખો ભક્‍તોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે વ્‍યાપક વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. લગભગ ૧૨ કિમીના વિસ્‍તારમાં વિકસિત તમામ ૪૪ ઘાટ પર સ્‍નાન સુવિધાઓ પૂરી પાડવાની તૈયારીઓ ચાલી રહી છે.આવતીકાલે મૌની અમાવસ્‍યા પર અંદાજે ૧૦ કરોડથી વધુ લોકો સંગમમાં ડૂબકી લગાવશે. અત્‍યારસુધીમાં કુલ ૧૪ કરોડથી વધુ શ્રધ્‍ધાળૂઓએ સ્‍નાન કર્યું.

ઘાટ પર એસડીએમ, સીઓ, તહસીલદાર અને નાયબ તહસીલદારોને પણ તૈનાત કરવામાં આવ્‍યા છે. સંગમ કિનારાના ઘાટો તેમજ ઐરાવત ઘાટ અને અરૈલ ઘાટ પર ADM અને SDM રેન્‍કના IAS અધિકારીઓ અને PCS અધિકારીઓને તૈનાત કરવામાં આવ્‍યા છે. આ ઉપરાંત પ્રયાગરાજની આસપાસ આવેલા ૧૦ જિલ્લાઓના ડીએમ અને એસપીને પણ તૈનાત કરવામાં આવ્‍યા છે. આ અમળત તાાન પથ પર ફક્‍ત અખાડાઓના સંતો અને મહાત્‍માઓ, તેમના શિષ્‍યો અને ભક્‍તો જ જઈ શકશે. સંગમ કિનારે અખાડાઓ માટે એક અલગ સ્‍નાન ઘાટ બનાવવામાં આવ્‍યો છે.

મૌની અમાવસ્‍યા સ્‍નાન ઉત્‍સવ પહેલા જ સ્‍નાન કરનારાઓમાં ઉત્‍સાહ દેખાવા લાગ્‍યો હતો. રવિવાર અને સોમવારે ભારે ભીડ હતી. વહીવટીતંત્રના આંકડા મુજબ, આ બે દિવસમાં લગભગ ત્રણ કરોડ લોકોએ સ્‍નાન કર્યું. તેમાંથી રવિવારે ૧ કરોડ ૭૪ લાખ ભક્‍તોએ તાાન કર્યું. સોમવારે પણ સાંજે ૬ વાગ્‍યા સુધીમાં ૧.૧૮ લાખ લોકોએ સ્‍નાન કર્યું હતું. સોમવારે મહાકુંભનો ચોથો દિવસ હતો જ્‍યારે એક દિવસમાં એક કરોડથી વધુ લોકોએ સ્‍નાન કર્યું હતું. મકરસંક્રાંતિના દિવસે સ્‍નાન કરનારાઓની સંખ્‍યા સાડા ત્રણ કરોડને વટાવી ગઈ.

મહાકુંભના આ મુખ્‍ય અમળત સ્‍નાન મહોત્‍સવમાં લગભગ ૧૦ કરોડ ભક્‍તો આવવાની અપેક્ષા છે. તે મુજબ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. બે દિવસ પહેલાથી જ મોટી સંખ્‍યામાં લોકો ભેગા થવા લાગ્‍યા છે. મહા કુંભ મેળા વિસ્‍તારમાં બધા સંતો, કલ્‍પવાસીઓ અને સંસ્‍થાઓના શિબિરો ભરેલા છે. રાત્રિ આશ્રયસ્‍થાનોમાં પણ જગ્‍યા નથી.

શહેરની હોટલો અને મેળા વિસ્‍તારમાં બનેલા સરકારી અને ખાનગી ટેન્‍ટ સિટીઓની પણ આવી જ હાલત છે. મૌની તાાનનો ભવ્‍ય સમારોહ મંગળવારે રાત્રે ૮ વાગ્‍યે શરૂ થશે, પરંતુ અખાડાઓનું ભવ્‍ય તાાન બુધવારે સવારે શરૂ થશે. અખાડા રોડ સીલ કરી દેવામાં આવ્‍યો છે.

આ અમળત સ્‍નાન પથ પર ફક્‍ત અખાડાઓના સંતો અને મહાત્‍માઓ, તેમના શિષ્‍યો અને ભક્‍તો જ જઈ શકશે. સંગમ કિનારે અખાડાઓ માટે એક અલગ તાાન ઘાટ બનાવવામાં આવ્‍યો છે, જ્‍યાં સામાન્‍ય શ્રદ્ધાળુઓ તાાન કરી શકશે નહીં. સામાન્‍ય શ્રદ્ધાળુઓ માટે એક અલગ ઘાટ બનાવવામાં આવ્‍યો છે.

ઐરાવત સંગમ ઘાટ પણ વિકસાવવામાં આવ્‍યો છે જ્‍યાં પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્‍સા, બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તર-પૂર્વીય રાજ્‍યોના જિલ્લાઓના શ્રદ્ધાળુઓ તાાન કરી શકશે. મધ્‍યપ્રદેશ, ગુજરાત, રાજસ્‍થાન, મહારાષ્‍ટ્ર અને દક્ષિણ ભારતના શ્રદ્ધાળુઓ માટે અરૈલમાં ખાસ તાાનઘાટ બનાવવામાં આવ્‍યા છે.

દિલ્‍હી, પશ્‍ચિમ યુપી, ઉત્તરાખંડ, હરિયાણા-પંજાબથી સંગમથી નાગવાસુકી સુધીના ઘાટ પર તાાન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે તૈયારીઓ ચાલી રહી છે. ટ્રેનો અને બસો તેમજ ખાનગી વાહનો દ્વારા આવતા શ્રદ્ધાળુઓને તાાન કરાવ્‍યા પછી સુરક્ષિત પરત ફરવા પર ભાર મૂકવામાં આવશે.

પ્રયાગરાજના ડીએમ રવિન્‍દ્ર કુમાર માંધાડે પ્રયાગરાજ શહેરના લોકોને મૌની અમાવસ્‍યા તાાન ઉત્‍સવ નિમિત્તે ફોર વ્‍હીલરનો ઉપયોગ ન કરવા વિનંતી કરી છે. X પર પોસ્‍ટ કરીને, તેમણે પ્રયાગના લોકોને ફોર-વ્‍હીલરનો ઉપયોગ ન કરવા અને વહીવટીતંત્રને સહકાર આપવા અપીલ કરી, જેથી ટ્રાફિક જામની સમસ્‍યા ઊભી ન થાય.

(12:19 PM IST)