<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

મૌની અમાસ માટે રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા: પ્રયાગરાજના રેલવે સ્ટેશનોથી દર 4 મિનિટે સ્પે, ટ્રેનો ચલાવવામાં આવશે.

ત્રિવેણી સંગમમાં સ્નાનનું વિશેષ મહાત્મ્ય: લગભગ 10 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાનમાં ભાગ લે તેવી શકતા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરુ થયેલા મહાકુંભ મેળામાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે, છે. ખાસ કરીને પવિત્ર સ્નાન માટે શ્રદ્ધાળુઓમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતી કાલે 29 જાન્યુઆરીના રોજ મૌની અમાસ છે, આ દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાનનું વિશેષ મહાત્મ્ય છે. આ દિવસે લગભગ 10 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાનમાં ભાગ લે તેવી શકતા છે. શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ ખાસ વ્યવસ્થા કરી છે, જેના માટે પ્રયાગરાજના રેલવે સ્ટેશનોથી દર 4 મિનિટે ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે.

બુધવારે ત્રિવેણી સંગમમાં લગભગ 10 કરોડ શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવે તેવી શક્યતા છે, તેમાંથી લગભગ 10% શ્રદ્ધાળુઓ ટ્રેન દ્વારા મુસાફરી કરે તેવી શક્યતા છે.

મૌની અમાવસ્યાના દિવસે મુસાફરોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વેએ પ્રયાગરાજ સ્ટેશનોથી દર ચાર મિનિટે એક વિશેષ ટ્રેનો ચલાવવાની તૈયારી કરી છે. રેલ્વે મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે એક જ દિવસમાં 150થી વધુ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે, જે એક મોટી સિદ્ધિ હશે.

 

પહેલે જ ટીકીટ બુક કરાવી હોય એ મુસાફરો માટે શહેર બાજુએ અલગથી એન્ટ્રી ગેટ નંબર 5 રાખવામાં આવ્યો છે. જેમને ટીકીટ બૂક ના કરી હોય, તેવા મુસાફરો તેમના રૂટ અનુસાર કલર-કોડેડ શેલ્ટરમાં રાખવામાં આવશે. આ શેલ્ટર્સમાં મુસાફરોની સુવિધા માટે ટિકિટ કાઉન્ટર, એટીએમ અને મોબાઇલ ટિકિટિંગ પણ હશે.

 

અગાઉ 2019 માં અર્ધ કુંભ દરમિયાન, મૌની અમાવસ્યા પર 85 ટ્રેનો ચલાવવામાં આવી હતી.

(12:07 PM IST)