<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

વાહનનો થર્ડ પાર્ટી વીમો હશે તો જ મળશે પેટ્રોલ-ડીઝલ અને ફાસ્‍ટ ટેગ

કેન્‍દ્ર સરકાર કરી રહી છે તૈયારી

નવી દિલ્‍હી તા. ર૮: ટુંક સમયમાંજ પેટ્રોલ-ડીઝલ, સીએનજી અને ફાસ્‍ટેગ લેવાથી માંડીને ડ્રાઇવીંગ લાઇસન્‍સ રિન્‍યુ કરવા અને પીયુસી સર્ટીફીકેટ લેવા માટે તમારે પોતાના વાહનનો થર્ડ પાર્ટી વીમો બતાવવો પડશે. જો તમારી પાસે વીમો નહીં હોય તો તમારે મુશ્‍કેલીઓનો સામનો કરવાનો વારો આવશે. નાણા મંત્રાલયે રોડ મંત્રાલયને કહ્યું છે કે તે થર્ડ પાર્ટી વીમાને પ્રોત્‍સાહન આપવા માટે પગલા લે.

તાજેતરમાં જ સંસદની નાણાં સમિતિએ સરકારને થર્ડ પાર્ટી વીમાને વધારવાના ઉપાયો પર વિચાર કરવાનું સૂચન કર્યું હતું. હજુ પણ મોટી સંખ્‍યામાં વાહનોનો થર્ડ પાર્ટી વીમો નથી. મોટર વાહન અધિનિયમમાં આના માટે સખત સજાની જોગવાઇ હોવા છતાં આ સ્‍થિતિ છે. એટલે જ મંત્રાલય આ પગલું લેવા જઇ રહ્યું છે. નવા પ્રસ્‍તાવોમાં વીમો નહીં હોય તેવા વાહન માલિકોને એસએમએસ મોકલવામાં આવશે. દેશમાં પ૦ ટકા વાહનો થર્ડ પાર્ટી વીમા વગરના છે.

શું છે થર્ડ પાર્ટી વીમો?

આ વીમો બધા વાહન માલિકો માટે ફરજીયાત છે. તે ત્રીજા પક્ષના વાહન, સંપતિ અને શારીરિક ઇજાઓથી થનારા નુકસાન વિરૂધ્‍ધ વાહન માલિકને સુરક્ષા આપે છે. આ પોલીસીમાં વિમા ધારકને કોઇ કવર નથી મળતું.

(2:35 PM IST)