<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

બ્રિટીશ બેન્‍ડ કોલ્‍ડ પ્‍લે ફ્રન્‍ટ મેન ક્રિસ મર્ટિન તેની ગર્લફ્રેન્‍ડ ડાકોટા જોન્‍સન સાથે મહાકુંભમાં

બંને ભગવા વષાોમાં જોવા મળ્‍યા : અમદાવાદમાં જયશ્રી રામ...અને વંદે માતરમ...ના નાદ ગુંજયા હતા

પ્રયાગરાજ, તા.૨૮: બ્રિટિશ બેન્‍ડ કોલ્‍ડપ્‍લે ફ્રન્‍ટ મેન ક્રિસ માર્ટિન અને તેની ગર્લફ્રેન્‍ડ હોલીવુડ અભિનેત્રી ડાકોટા જોન્‍સન સોમવારે સાંજે ‘મહાકુંભ ૨૦૨૫'માં પહોંચ્‍યા હતા. બંને મેળાની વચ્‍ચે જોવા મળ્‍યા. ક્રિસ માર્ટિન અને ડાકોટા કારમાં બેઠાં હતાં. ભીડમાંથી પસાર થતી વખતે તેણે બધાનું ધ્‍યાન ખેંચ્‍યું. ક્રિસ અને તેની ગર્લફ્રેન્‍ડ ૧૬ જાન્‍યુઆરીથી ભારતના પ્રવાસે છે. મહાકુંભમાં આવતા પહેલા પણ ક્રિસે પોતાના કોન્‍સર્ટ દરમિયાન અનેક અવસર પર ભારતીયોના દિલ જીતી લીધા હતા. મુંબઈમાં તેણે'ય શ્રી રામનો નારા લગાવ્‍યો અને અમદાવાદમાં તેણે વંદે માતરમ ગાઈને ચાહકોના દિલમાં અલગ જ જગ્‍યા બનાવી લીધી છે.

પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચેલા ક્રિસ માર્ટિન અને તેની ગર્લફ્રેન્‍ડ હોલીવુડ અભિનેત્રી ડાકોટા જોન્‍સન ભગવા રંગનો ડ્રેસ પહેરીને આવ્‍યા હતા. મહાકુંભમાં પહોંચ્‍યા બાદ બંને ખૂબ જ ઉત્‍સાહિત દેખાતા હતા. ક્રિસ અને ડાકોટા ૧૬ જાન્‍યુઆરીએ બેન્‍ડના મ્‍યુઝિક કોન્‍સર્ટ માટે ભારત આવ્‍યા હતા. ક્રિસે ‘કોલ્‍ડપ્‍લે'ના સભ્‍યો સાથે મુંબઈ અને અમદાવાદમાં મ્‍યુઝિક કોન્‍સર્ટ કર્યા હતા.

કોલ્‍ડપ્‍લે ફ્રન્‍ટ મેન ક્રિસ માર્ટિન મુંબઈમાં તેમન કોન્‍સર્ટ દરમિયાન એક ચાહકનું કાર્ડ વાંચ્‍યું. જેના પર જય શ્રી રામ લખવામાં આવ્‍યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અમદાવાદમાં યોજાયેલા કોન્‍સર્ટ દરમિયાન ક્રિસે ઙ્કજાસત્તાક દિવસ પર વંદે માતરમ ગાઈને ચાહકોના દિલ જીતી લીધા હતા.

કોલ્‍ડપ્‍લે બેન્‍ડએ તેમના અમદાવાદ શો પછી ટ્‍વિટર પર લખ્‍યું, ‘આભાર અમદાવાદ, આભાર ભારત. અમે આ બે અઠવાડિયા કયારેય ભૂલીશું નહીં. તમારો પ્રેમ અને દયા હંમેશા અમારી સાથે રહેશે.' આ ભાવનાત્‍મક સંદેશ લખીને, બેન્‍ડે ભારતને અલવિદા કહ્યું.(૨૩.૧૫)

(2:43 PM IST)