<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

મહાકુંભમાં અનિલ અને ટીના અંબાણીએ સંગમમાં ડુબકી લગાવી

પ્રયાગરાજ, ૨૮ : રિલાયન્‍સ જૂથના અનિલ અંબાણી અને તેમનાં પત્‍ની ટીના અંબાણી પણ  પ્રયાગરાજ પહોંચ્‍યાં હતાં.  સંગમમાં પવિત્ર ડુબકી લગાવી હતી. અનિલ અંબાણી અને ટીના અંબાણીની સાથે સાથે આ મહાકુંભમાં અન્‍ય કેટલીયપ્રસિદ્ધ હસ્‍તીઓ સામેલ હતી. મહાકુંભ મેળો, જે ૧૩ જાન્‍યુઆરીના રોજ પોષ પૂર્ણિમાંથી શરુ થયો હતો. પહેલા ૧૪ દિવસમાં જ ૧૧૦ મિલિયનથી વધારે લોકો સંગમમાં તાાન કરી ચૂકયા છે. આ સંખ્‍યા સતત વધતી જાય છે અને માનવામાં આવે છે કે આ મહાકુંભમાં ૪૫ કરોડથી વધારે શ્રદ્ધાળુઓ ભાગ લેશે.

(4:36 PM IST)