<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

શેરબજાર ‘બલ્લે બલ્લે' : સેન્‍સેકસ ૧૦૦૦ પોઇન્‍ટ ઉછળ્‍યો

નીફટી ફરી ૨૩૦૦૦ ઉપર : રિઝર્વ બેંકના પગલાથી કરંટ

મુંબઇ, તા.૨૮: ભારતીય શેરબજારમાં ગઈકાલે મોટા કડાકા બાદ આજે સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યું છે. સેન્‍સેક્‍સ ૧૦૦૦થી વધુ પોઈન્‍ટ ઉછળ્‍યો છે. નિફ્‌ટી પણ ફરી પાછું ૨૩૦૦૦નું લેવલ હાંસલ કરવામાં સફળ રહ્યો છે. બેન્‍કિંગ, ઓટો અને રિયાલ્‍ટી સેગમેન્‍ટમાં લેવાલી વધતાં સુધારો જોવા મળ્‍યો છે. જ્‍યારે સ્‍મોલકેપ, મીડકેપ શેર્સમાં મોટાપાયે વેચવાલી રહી છે. બજેટ પૂર્વે અનિશ્‍ચિતતાઓ વચ્‍ચે રોકાણકારોએ સાવચેતીનું વલણ દર્શાવ્‍યું છે. રિઝર્વ બેંકે બેંકોની લીકવીડીટી વધારવા કેટલાક પગલા જાહેર કર્યા તેનાથી આજે બજાર ઉછળ્‍યું છે.

સેન્‍સેક્‍સ સુધારા સાથે ખૂલ્‍યા બાદ ૮૪૭.૬૮ પોઈન્‍ટ વધી ૭૬૨૧૩.૮૫ના હાઈ લેવલે પહોંચ્‍યો હતો. જે ૨.૩૦ વાગ્‍યે ૧૦૯૮ પોઈન્‍ટ ઉછાળા સાથે ૭૬૪૩૮ પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્‌ટી ૨૨૯૬૦.૪૫ના લેવલે ખૂલ્‍યા બાદ ૨.૩૦ વાગ્‍યે ૨૮૨ પોઈન્‍ટ ઉછળી ૨૩૧૧૧ પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્‌ટી૫૦ ખાતે ટ્રેડિંગ માહોલ ૫૦-૫૦ જોવા મળ્‍યો હતો. ૨૫ સ્‍ક્રિપ્‍સ સુધારા તરફી અને ૨૫ ઘટાડા તરફી કારોબાર થઈ રહી હતી.

સેન્‍સેક્‍સ અને નિફ્‌ટીમાં મોટો સુધારો નોંધાયો હોવા છતાં ૫૪૬ શેર વર્ષના તળિયે પહોંચ્‍યા હતા. જ્‍યારે ૫૩૫ શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ ૩૯૮૦ પૈકી ૧૦૫૬ શેર સુધારા તરફી અને ૨૭૯૭ શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. પરિણામે સ્‍ટોક સ્‍પેસિફિક સુધારાના કારણે માર્કેટ બ્રેડ્‍થ એકંદરે નેગેટિવ જોવા મળી છે.

(4:36 PM IST)