તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 28th January 2025
મોદી સરકાર મધ્યમ વર્ગને આપશે રાહત ! મોંઘવારી ઘટાડવા અને રોજગારની તકો વધારવા થશે જાહેરાતો
૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ના દેશના નાણા પ્રધાન નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે બજેટ રજૂ કરશે

નવી દિલ્હીઃ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના દેશના નાણા પ્રધાન નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે બજેટ રજૂ કરશે, સતત વધી રહેલી મોંઘવારીના ભાર નીચે પીસાઈ રહેલો મધ્યમ વર્ગને આ બજેટમાં રાહત મળે તેવી આશા રાખીને બેઠો છે. એવી આશા છે કે મોદી સરકાર બજેટમાં મોંઘવારી ઘટાડવા અને રોજગારની તકો વધારવા માટે મોટી જાહેરાતો કરી શકે છે.
પેટ્રોલ અને ડીઝલઃ
સામાન્ય માણસની આવકનો ઘણો મોટો ભાગ વાહનોમાં વાપરતા પેટ્રોલ-ડિઝલ પર ખર્ચ થતો હોય છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોને આશા છે કે સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડવા તરફ પગલા ભરે. ગયા બજેટમાં, સરકારે પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલયને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સુધારવા માટે ૧.૧૯ ટ્રિલિયન રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું. જોકે, સરકારે પેટ્રોલિયમ સબસિડી ઘટાડી દીધી હતી. આ વખતે ઓઈલ ઇન્ડસ્ટ્રીને આશા છે કે એક્સાઇઝ ડયુટીમાં ઘટાડો થશે. જો આવું થાય, તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે અને તેનાથી ટ્રાન્સપોર્ટેશાન અને લોજિસ્ટિક્સનો ખર્ચ પણ ઘટશે. જો આવું થશે, તો સામાન્ય માણસની રોજિંદી વસ્તુઓ પણ સસ્તી થશે.
મોબાઇલના પાર્ટ્સઃ
ડિજીટલ ઇન્ડિયાના ગોલ સાથે કેટલાક વર્ષોમાં મોદી સરકાર ઇલેક્ટ્રોનિક ઉત્પાદન પર વધુ ધ્યાન આપી રહી છે. ગયા વર્ષે આ માટે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. હાલ સરકાર ભારતમાં સેમિકન્ડક્ટરના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પર વધુ ધ્યાન આપી રહી છે. સરકાર મોબાઇલફોનના ઉત્પાદન પર પણ ધ્યાન કેન્દ્રતિ કરી રહી છે. આં બજેટમાં આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવે તો મોબાઇલ અને તેના પાર્ટ્સના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
ખેડૂતોને મળશે રાહતઃ
બજેટમાં કિસાન સન્માન નિધિની રકમમાં વધારો અથવા કિસાન ક્રેડિટ કાર્ડની લોન મર્યાદામાં વધારો થવાની શક્યતા છે. નાણા પ્રધાન કળષિ અને સંબંધિત પ્રવૃત્તિઓ માટે ફાળવણીમાં લગભગ ૧૫% વધારો કરી શકે છે. કળષિ ક્ષેત્ર માટે ફાળવણી વધારીને રૂ. ૧.૭૫ લાખ કરોડ કરી શકાય છે. આ ગયા નાણાકીય વર્ષમાં આ રકમ રૂ. ૧.૫૨ લાખ કરોડ હતી.
કપડા સસ્તા થશે :
ગાર્મેન્ટ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે, મોદી સરકાર ટેરિફ ઘટાડી શકે છે. આનાથી કપડાંના ભાવ પણ ઘટશે.
રેલવે મુસાફરોની સલામતી વધશેઃ
સરકારનું રેલ્વેના આધુનિકીકરણ માટે સતત પ્રયત્નો કરી રહી છે. આ ઉપરાંત, સરકાર મુસાફરોની સુરક્ષા પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રતિ કરી રહી છે. બજેટમાં સરકાર રોડ ટ્રાન્સપોર્ટ કરતાં રેલવેના આધુનિકીકરણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને તેનાથી લોજિસ્ટિક્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોને ઘણો ફાયદો થશે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
