તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 28th January 2025
આદર્શ તિવારી કરે છે મહાકુંભમાં લીમડાના દાતણનું વેચાણઃ પ દિ'માં ૩૦ થી ૪૦ હજાર કમાયો
ગર્લફેન્ડે આપેલો આઇડીયા થયો ઉપયોગી

પ્રયાગરાજ, તા. ૨૮: મહાકુંભમાંથી દરરોજ ખુશખબર મળી રહી છે. પછી તે ધાર્મિક-આધ્યાત્મિક ક્ષેત્રમાં હોય કે પછી આવકના ક્ષેત્રમાં. મહેનતથી આવકનું સાધન પણ તૈયાર કરવામાં આવે છે. આવું જ એક ઉદાહરણ સામે આવ્યું છે. જ્યાં ગર્લફ્રેન્ડે આઈડિયા આપ્યો તો એક છોકરાએ દાંતણ વેચીને મોટી કમાણી કરી લીધી.
સંગમ કિનારે દાંતણ વેચતા યુવકે કહ્યું કે, ભાઈ અમે તો લીમડાના દાંતણ વેચીએ છીએ. હજુ પાંચમો દિવસ છે અમારી ૩૦ થી ૪૦ હજારની કમાણી થઈ ગઈ છે. કયારેક કયારેક રાતના સમયે પણ વધારે વેચાય છે. આમ તો જેટલું દોડીએ એટલો વધારે ફાયદો થાય.
આદર્શ તિવારી નામના ઈન્સ્ટાગ્રામ યૂઝરે વીડિયો શેર કર્યો છે. એવું પૂછતા કે કોને આઈડિયા આપ્યો તો છોકરો કહે છે કે, મારી ગર્લફ્રેન્ડે મને જણાવ્યું કે આ કામમાં એક પણ પૈસાનું ઈન્વેસ્ટમેન્ટ નથી. ફ્રીમાં લાવો અને સારી કમાણી કરો. તેના જ કારણે આજે આટલી કમાણી કરી રહ્યો છું. તેનું સન્માન કરુ છું અને તેના કારણે પૈસા કમાઈ રહ્યો છું.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
