તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 28th January 2025
મંત્ર ઉર્જાથી અકલ્પનીય પરિણામો શકય બને : ૐઋષિ સ્વામીજી
ઓમકાર સંદાયના સ્થાપક-ૐ ચાલીસાના સર્જક મંત્રયુગપરિવર્તક સ્વામીજી ‘અકિલા'ના આંગણે : ઋષિજીએ પાંચ લાખથી વધારે મંત્રો અને ૮૦૦ સાધનાઓનું સર્જન કર્યુ : સંસ્કૃત-પ્રાકૃત પૂર્વેની વાદત ભાષા પર કાર્યઃ અપાર શારીરિક કષ્ટ છતાં પૂ. ૐ ઋષિજીએ સાધના અને સિધ્ધિઓના શિખરો સર કર્યા : અસંખ્ય લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તનો આવ્યાઃ મંત્ર ઉર્જાની અલૌકિક અનુભૂતીઓ

‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મંત્રયુગપરિવર્તક પૂ. ૐ ઋષિ સ્વામિજી સાથે સ્વામીજીના ફોલોઅર્સ ભરતભાઇ કોટક, હિરેન્દ્રભાઇ કોટક, જગદીશભાઇ ભોજાણી, અશ્વિનભાઇ બુધ્ધદેવ, હર્ષભાઇ ખીમાણી, પરેશભાઇ મોદી, પ્રતીકભાઇ મોદી, જીજ્ઞેશભાઇ દેસાઇ, વિશાલભાઇ મોદી, દીપભાઇ, પંકજભાઇ ખાંટ વગેરે નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)
II ૐ નમઃ II
‘ બ્રહ્માંડમાં ઓમકાર ધ્વની નિરંતર ગુંજી રહયો છે. આ ધ્વની ઉર્જાનો અલૌકીક સોર્સ છે. આપણી ઓરા એટલે કે આપણા આભા મંડળમાં આ ઉર્જાનો સ્પર્શ થાય અને આપણે અલૌકીક ઉર્જામાં ઓતપ્રોત થઇએ ત્યારે અકલ્પનીય પરિણામોની પ્રાપ્તી સંભવ બને છે.
આ શબ્દો ૐ ઋષિજીના છે. તેઓએ મંત્ર જગતની અનોખી સૃષ્ટિ રચી છે. અકલ્પનીય શારીરીક કરારો વચ્ચે અતિ ગહન સાધનાઓ કરીને ૐ ઋષિએ દિવ્યતાને આત્મસાત કરી છે.
ૐ સંપ્રદાયના સ્થાપક અને વાહક ૐ ઋષિજી તાજેતરમાં અકિલાના આંગણે પધાર્યા હતા.
તેઓએ મંત્ર જગતની આશ્ચર્યજનક વાતો કરી હતી. તેઓ કહે છે કે સનાતન સંસ્કૃતિનો પાયો ધ્વની વિજ્ઞાન-મંત્ર આધારીત છે. દરેક ઋષિ-મુનિઓએ મંત્રોનો માર્ગ લીધો છે. મંત્રો આજે પણ કલ્પનાતીત અરીસો કરે છે.
ૐ ઋષિજીએ મંત્રો અંગે વર્ષો સુધી ખુબ ઉંડાણથી રિચર્સ કર્યુ છે. ગહન સાધનાઓ કરી છે. તેઓ મંત્રમય બની ગયા છે. ૐ સંપ્રદાયના માધ્યમથી લાખો લોકોને મંત્રો તરફ વાળીને તેમના જીવન દિવ્ય કર્યા છે.
ૐ ઋષિજીએ મંત્રોના સર્જનની અનન્ય સ્થિતિ પ્રાપ્ત કરી છે. અત્યાર સુધીમાં તેઓએ પાંચ લાખથી વધારે મંત્રો રચ્યા છે. દર મહિને ૭પ૦ થી વધારે મંત્રોની રચના કરે છે. માણસનું આભા મંડળ ચકાસીને તેમને અનુકુળ વિશિષ્ટ મંત્ર આપવાની ક્ષમતા ધરાવે છે. તેઓએ ઓમકાર ચાલીસા, નવદુર્ગા ચાલીસા, શ્રીમદ ભાગવત ચાલીસા, ચારધામ ચાલીસા વગેરેની અદભુત રચનાઓ કરી છે. ૮૦૦ પ્રકારની વિવિધ સાધનાઓ રચી છે.
અસંખ્ય લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનારા ઋષિજી કહે છે કે સંસ્કૃત દેવોની ભાષા છે. સંસ્કૃત પુર્વે પ્રાકૃત ભાષા હતી. આ ભાષા પુર્વે પણ એક વાદતભાષા હતી. એમ સંપ્રદાય વાદત ભાષા પર કામ કરીને તે ભાષાના મંત્રો આપે છે. જે તીવ્ર અસરકારક બને છે.
યુગ-સ્થિતિ-સમય-ઉર્જા સ્તર બદલાય તે સાથે દરેક બાબતમાં બદલાય આવતો હોય છે. ૐ ઋષિજી કહે છે કે, પ્રચલીત મંત્રો ખુબ પાવર ફુલ છે. મારા સંશોધન પ્રમાણે આજના યુગ પ્રમાણેના વિશિષ્ટ મંત્રો જરૂરી હોય છે. આધ્યાત્મીક નિષ્ઠા અને શુધ્ધવૃતિ-શુધ્ધ ઉદેશ સાથે મંત્રો સર્જવાની જરૂરત લાગતા મે મંત્રોના સર્જન કર્યા અને તેના અકલ્પનીય પરીણામો પ્રાપ્ત થઇ રહયા છે. જો કે, ઋષિજી વિવેક સાથે કહે હું માત્ર નિમિત છું. દિવ્ય ઉર્જાના આ કાર્યમાં હું માત્ર માધ્યમ છું.
ૐ ઋષિજીને નવ વર્ષ જેટલી નાની ઉંમરમાં આ આત્મનુભૂતિનો રસાસ્વાદ માણવા મળ્યો ત્યારે જ કુદરત અને ઇશ્વરને ભવિષ્યના ગર્ભમાં તેઓશ્રી સમક્ષ આ રહસ્યોદ્ઘાટન કરી કીધું હતુ કે તેમનો જન્મ ફકત અને ફકત ૐકારની ઉપાસના અને સાધકોને માર્ગદર્શન આપવા જ થયો છે. આ પ્રસંગને વર્ણવતા પ.પૂ. સદ્ગુરૂદેવ જણાવે છેઃ વર્ષ ૧૯૮૬, જગ્યાં પાલડી બસ સ્ટેન્ડ, અમદાવાદ.
હું બપોરના બે વાગ્યે ‘સાધના સ્કુલ' પ્રિતમનગરથી બસમાં મારા ઘરે જવા માટે બસ સ્ટેન્ડ પર બેસી બસની રાહ જોઇ રહયો હતો. મારા મિત્રની બસ આવી ગઇ અને મારે કયા નંબરની બસમાં બેસવું તે સમજાવી તે બસમાં બેસી ગયો. લગભગ પાંચ મિનિટ પછી મારી બસ આવવાની હતી, ત્યાં જ એક એવું મારા કપાળ પર પ્રકાશ જેવું કંઇક અથડાયું. મારા આજ્ઞાચક્ર ઉપર પ્રકાશ પડયો હોય તેવું મને લાગ્યું અને મારા કાનમાં ૐકારનો દિવ્ય નાદ સંભળાવા લાગ્યો. મારા મન અને બુધ્ધિમાં સંપુર્ણ શૂન્યાવકાશ છવાઇ ગયો અને ૐકારના નાદમાં સંપુર્ણ એકાકાર થઇ ૐકારનો નાદ હું સાંભળતો રહયો. અચાનક તે નાદધ્વનિ બંધ થયો અને મારી આસપાસ એક પ્રકાશમય વર્તુળ બની ગયું અને મંત્રોના ધ્વનિ કાનમાં સંભળાવા લાગ્યા. પછી મારી આંખ સામે ધીમે ધીમે મારી અવસ્થા સામાન્ય થવા લાગી. શરીર પણ હલકુફુલ થઇ ગયું હતું. સામાન્ય થયા પછી બાજુમાં બેસેલા ભાઇને મેં સમય પુછતાં તેમણે બપોરના ૩.૧પ જણાવ્યો એટલે લગભગ ૧ કલાક મારી આ શૂન્યાવસ્થા ચાલી. બસમાં એકલા જવાનો મારા જીવનનો આ પહેલો અને છેલ્લો પ્રસંગ ! મને કોઇ પણ પ્રકારની સમજ ત્યારે ન હતી કે ના મેં કયારેય એવી કોઇ વાત સાંભળી હતી. ગુરૂદેવના આશિષ, ‘ૐકાર' ની અસીમ આરાધનાથી અને સ્વયંની આત્મશકિતના ત્રિવેણી સંગમ સમા દિવ્ય બળથી મંત્રયુગપરિવર્તક સંતશ્રી ૐઋષિ સ્વામી આજે લૌકિક અને અલૌકિક બંને જગતની મહાન ઉંચાઇને સ્પર્શી રહયા છે.
‘ અકિલા' સાથેની વાતચીતમાં ઋષિજીએ જણાવ્યું હતું કે, આ યુગમાં પણ મંત્રથી મહા પરિવર્તન શકય છે મંત્રોથી ઝડપી અને સકારાત્મક બદલાવ આવી શકે છે મંત્ર ઉર્જા માણસના તન-મન-ભાવનાત્મક શરીર પર અસર કરે છે. અને તેના આભા મંડળને પ્રકૃતિની કૃપા માટે અનુકુળ બનાવે છે.
ૐ ઋષિજીએ ગહન સાધનાઓથી સિધ્ધિઓ મેળવી છે, પણ તેમનું ખુદનું જીવન અલ્પનીય કસ્ટમાંથી પસાર થયું છે. તેમના ભુતકાળની ઝલક માણો ૐ ઋષિજી મુળ નામ પ્રિતેશભાઇ શાહ છે ગર્ભ શ્રીમંત પરિવારમાં અશોક કુમાર હિંમતલાલ શાહ અને શ્રી મતી પ્રતિમાબેનના ઘરે પ્રિતેશભાઇ નો જન્મ થયો હતો. પાણી માંગે તો દૂધ હાજર થાય તેવી શ્રીમંતાઇ જન્મથી જ પ્રાપ્ત થઇ હતી.
સાત વર્ષની વયે પ્રિતેશભાઇના જીવનમાં મહાકસ્ટનો પ્રારંભ થયો. રૂમે ટોઇડ આર્થ રાઇટીસ નામની બિમારીએ તેમને ઝકડી લીધા આ બિમારી એક લાખ વ્યકિતએ એકાદને થાય છે પ્રિતેશભાઇનૂ઼ શરીર ઝકડાવા લાગ્યું દુનિયાભરના તબીબોના ઉપચારો નિષ્ફળ ગયા ભયાનક બિમારીએ પ્રિતેશભાઇને શારીરીક નિસહાય બનાવી દીધા. કાયમી શારીરીક પીડા તેમના જીવનમાં વણાઇ ગઇ.
ઋષિજી કહે છે કે, ત્રણ વર્ષ નિરાશામાં ગયા હતા. ઇલાજ માટે ઠેર-ઠેર ભટકતા રહયા. આ ગાળામાં સદ્ગુરૂ પ્રાપ્ત થયા. તેમણે શારીરીક પીડાને અવગણીને તમામ આનંદના આધ્યત્મિક માર્ગની પ્રેરણા આપી. પૂ. મિત્રાનંદ સુરીશ્વરજીએ કષ્ટદાયી પીડાને ભૂલીને દિવ્ય માર્ગ ચીંધ્યો હતો.
ૐ ઋષિજીનું શરીર આજે પણ અષ્ટાવ વક્રજી જેવું છે. જોકે તે ઓએ વામન સ્વરૂપમાં સાધનાના બળે વિરાટ વ્યકિતત્વ સજર્યુ છે. ગુરૂદેવ કહયા પ્રમાણે શારીરીક પીડાને અવગણીને પ્રિતેશભાઇએ ગહન મંત્ર સાધના આદરી હતી. અવિરત સાધનાથી આત્મશકિત જાગૃત થઇ સાધના સાથે અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો. ગ્રેજયુએટ થયા બાદ અનન્ય મનોબળ અને તે જોમય વ્યકિતત્વના જોરે આઇએએસની પ્રિલિમિનરી પરીક્ષા પણ પાસ કરીહતી. તેઓ આઇએએસ બની શકયા હોત, પરંતુ પ્રિતેશભાઇએ પરમતત્વના આધ્યત્મિક માર્ગે આગળ ધપવાનું મન બનાવ્યું
તેમનું જીવન વ્હીલચેર આધારિત બની ગયું હતું. ખૂબ કષ્ટ હતું. પણ બધું અવગણીને તેઓએ જૈન શાસ્ત્ર, જેન મંત્ર શાસ્ત્ર વગેરે સજર્ર્યુ છે. ગુરુદેવે કહયા પ્રમાણે શારીરીક પીડાને અવગણીને પ્રિતેશભાઇએ ગહન મંત્ર સાધના આદરી હતી. અવિરત સાધનાથી આત્મશકિત જાગૃત થઇ. સાધના સાથ અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો. ગ્રેજયુએટ થયા બાદ અનન્ય મનોબળ અને તે જોમય વ્યકિતત્વના જોરે આઇએએસની પ્રિલિમિનરી પરીક્ષા પણ પાસ કરી હતી. તેઓ આઇએએસ બની શકયા હોત, પરંતુ પ્રિતેશભાઇએ પરમતત્વના આધ્યત્મિક માર્ગે આગળ ધપવાનું મન બનાવ્યું.
તેમનું જીવન વ્હીલચેર આધારિત બની ગયું તું. ખૂબ કષ્ટ હતું, પણ બધું અવગણીને તેઓએ જૈન શાસ્ત્ર, જૈન વાસ્તુશાસ્ત્ર, જૈન ઓરાશાસ્ત્ર, જૈન મંત્ર શાસ્ત્ર વગેરેનો ગહન અભ્યાસ કર્યો. ગુરુદેવના માર્ગદર્શન હેઠળ શાસ્ત્ર અભ્યાસ અને સાધનાઓ નિરંતર ચાલતા રહયા.
નિરંતર સાધનાથી છઠ્ઠી ઇન્દ્રિયના દ્વાર ઉઘડી ગયા મંત્ર શાસ્ત્રમાં અકલ્પનીય નિપૂણતા આવી. આત્મશકિત જાગી આજે તેઓ અસંખ્ય લોકોના રાહબર બન્યા છે, પ્રેરક બન્યા છે. લોૈકિક-અલોૈકિક બંને જગતની ઊંચાઇએ બિરાજમાન થાય છે તેઓ લાખો લોકોને આધિભોૈતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક પીડામાંથી મુકિત અપાવી રહયા છે.
પ્રિતેશભાઇ ૐ ઋષિના રૂપમાં પ્રેરક, માર્ગદર્શક, ગુરુ તરીકે લાખો લોકોને દિલમાં પ્રસ્થાપિત થયા છે. તેઓએ ઓમકાર પર ગહન રિસર્ચ-સાધના કરીને વિશિષ્ટસ્તર પ્રાપ્ત કર્યુ છે. ૧૯૯૬ની સાલમાં ૐ કાર સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેઓ ઓળખ ધરાવે છે. ધર્મ-જ્ઞાતિ-વર્ણના ભેદભાવ છોડીને ૐ કારની છત્રછાયામાં સાધના કરે છે. અને કરાવે છે.
ૐ ઋષિજી કહે છે કે, ૐકાર બ્રહ્માંડનો ધ્વનિ છે. આદિ શંકરાચાર્યજી, વેદ વ્યાસજીથી માંડીને દરેક મહાત્માઓ- સાધકોએ ૐનું મહત્વ સ્વીકાર્યુ છે. આધુનિક વિજ્ઞાન પણ આ દિશાને સ્પર્શ કરી ચુકયું છે. નાશાના સંશોધન પ્રમાણે પણ બ્રહ્માંડમાં ૐ ધ્વનિ ગુંજે છે.
પાંચ લાખથી વધારે મંત્રોના સર્જક ૐ ઋષિજી કહે છે કે, મંત્રો પર શ્રધ્ધા રાખો. સ્પષ્ટ સંકલ્પ કરીને એ સંકલ્પની સફળતા માટે અપાયેલા વિશિષ્ટ મંત્રનો જાપ કરવાનો હોય છે.
ૐ ઋષિજીની વિશેષતા એ છે કે, એ દરરોજના મંત્રો જાહેર કરે છે. ઉપરાંત વર્ષનો મંત્ર પણ આપે છે. વ્યકિતનું આભમંડળ જોઇને તેને વિશિષ્ટ મંત્ર પણ આપે છે.
ૐ ઋષિજી મંત્રો આપનારે સોનુ-સુવર્ણ ધારણ કરવું પડે છે. તેથી હું ડાબા હાથમાં સોનું પહેરૂ છું. આ ઉપરાંત ૐઋષિજી શકિતચક્ર પણ હાથમાં ધારણ કરે છે. તેઓ કહે છે કે, મંત્રો આપતી વખતે મંત્રમાં શકિતપાત થવો જોઇએ. આજની ઉર્જા અને વર્તમાન સમય- સ્થિતિ અનુસાર બનેલો મંત્ર અને અપાયેલો મંત્ર આપે છે. મંત્ર લેનારે સ્પષ્ટ અને સાત્વિક તથા યોગ્ય સંકલ્પ કરીને કહયા પ્રમાણે મંત્રજાપ કરવા જોઇએ.
ૐઋષિજી કહે છે કે, દરેક લોકોને રૂબરૂ મળવું શકય બનતું નથી. વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે કે આગળની ગતિ માટે દરરોજ ઓમકાર ચાલીશાનું શ્રવણ કે પઠન કરવામાં આવે તો પણ જે તે વ્યકિતને ઉર્જા પ્રાપ્ત થાય છે. ઓમકાર ચાલીસા યુ-ટયુબ પર પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત યુ-ટયુબ ચેનલમાં વિવિધ પ્રયોગો પણ ૐ આપવામાં આવ્યા છે, રસ ધરાવતા લોકો તેના પ્રયોગ કરી શકે છે. મંત્રો પર વિશ્વાસ રાખો, તેમાંથી મળતી ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરો. શ્રધ્ધા ન હોય તો પણ ઓમકાર સંપ્રદાયના એકાદ મંત્રનો પ્રયોગ કરી જુઓ.
ઋષિજીએ મહત્વની બાબત જણાવી હતી કે, આ મંત્ર પ્રયોગોને ધર્મ સાથે જોડવાની જરૂર નથી. તમારા જે દેવી-દેવતા હોય તેના પ્રત્યે અશ્રધ્ધા રાખવાની પણ જરૂર નથી. જે દૈવી-શકિતને માનતા હો તેને માનો, આ મંત્રો સમસ્યાઓના ઉકેલમાં ઉપયોગ નીવડી શકે છે અને તમારી શ્રધ્ધાને દૃઢ કરી શકે છે.
ૐ ઋષિજીએ સ્પષ્ટ કહયું હતું કે, મંત્રો કયારેય નુકશાન કરતા નથી. એ પોઝીટીવ સ્થિીત સર્જવાનું કામ કરે છે, વ્યકિતનું આભાર મંડળ ઠીક કરીને બ્રહ્માંડીય ઉર્જા સાથે જોડી દે છે. ઓમકાર સંપ્રદાયે ઘણાં મંત્રો પેઇન કીલર જેવા આપ્યા છે. સમસ્યાને દુર કરતો સંકલ્પ પુરો થયા બાદ એ મંત્ર જપવાની જરૂર રહેતી નથી.ૐ ઋષિજીએ ઘણાં પ્રયોગો યુ-ટયુબ, ફેસબુક પર મુકયા છે. ઓમકાર સંપ્રદાયનું મેગેઝિન પણ પ્રકાશિત થાય છે. આ ઉપરાંત તેઓએ અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા છે, જેમાં વિવિધ અને સટિક સાધના પધ્ધતિઓ ઉપલબ્ધ છે. આ અંગે વધારે વિગતો માટે ૐકાર સંપ્રદાય શકિતપીઠ આશ્રમ, ૦૦૧, ગ્રાઉન્ડ ફલોર, આંગી એપાર્ટમેન્ટ, નવા વિકાસ ગૃહ રોડ, પાલડી, અમદાવાદ.
ઇ-મેઇલઃ Email. : [email protected] , Email. :infor@ sadguruomrushi.org પર સંપર્ક થઇ શકે છે.
સાસુ - વહુ સુમેળ મંત્ર
રાજકોટઃ ૐઋષિજીએ સાસુ-વહુ વચ્ચે કંકાસ દુર કરવા માટે મંત્ર પ્રયોગ આપ્યો છે તેઓ કહે છે કે, આજે દુનિયાનો સૌથી રસપ્રદ અને વિવાદાસ્પદ વિષય પર હું લખસ રહ્યો છું સંસાર ચક્રના રંગમંચ ઉપર બે મુખ્ય કલાકાર છે સાસુ અને વહુ. સાસુ અને વહુ આમ બે પાત્ર ૯૨% વિખવાદ વગર જીવતા હોય તે શક્ય જ નથી. ૮% જ એવા સાસુ વહુ હશે જે મા-દિકરીની જેમ રહેતા હશે અને જે સાસુ-વહુ એ ૮%માં આવતા હોય એમને આગળ લેખ વાંચવાની પણ જરૂર નથી. સંસારચક્રના રંગમંચ ઉપર ઘરનો મુખ્ય વડીલ હોય એનુ સિંહાસન ત્યારે જ ડોલવા માંડે જ્યારે આ બંને પાત્રો વચ્ચે ઘર્ષણ ઉભુ થાય. લગભગ એવું જોવામાં આવ્યું છે કે સાસુ વહુના ઝગડાના કારણો કુટુંબોમાં તિરાડ અને દરાર પડે છે. સાસુ અને વહુ તરીકે પોતપોતાની જગ્યાએ રહેતી બંનેસ્ત્રીઓ હ્રદયથી બહુ સારી અને ઉમદા હોય છે. પરંતુ જ્યારે સાસુ અને વહુના રોલમાં આવી જાય ત્યારે ભારત અને પાકિસ્તાન જેવી મહાયુધ્ધની પરિસ્થિતી સર્જાય છે.
ઋુષિજી કહે છે, હવે સાસુ-વહુના સંઘર્ષ ઘરમાં ન રહે અને તેમની વચ્ચે સુમેળ સધાય તેવો ગુરૂચાવીરૂપ ચમત્કારીક મંત્ર આપું છું. આ મંત્ર કુટુંબની કોઇ પણ વ્યક્તિ કરી શકે.
મંત્ર - II ૐ ત્રુમાંશુ ત્રુમાંશુ મહિતા મહિતા વવલ્ય નમઃ II
આ મંત્ર રોજ ૪૫ વખત તેમજ ૐકાર ચાલીસા સવારે ૬:૩૦ થી ૯:૩૦ અથવા રાત્રે ૭:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન ગણીને અભિમંત્રીત જળ પી લેવું. મંત્ર ગણતા પહેલા સ્ટીલની વાટકીમાં પાણી લઇને બેસવું અને મંત્ર બોલતી વખતે જમણા હાથની અનામિકા આંગળી પાણીમાં રાખવી. જેથી પાણી અભિમંત્રીત થયું કહેવાય. મંત્ર અને ૐકાર ચાલિસા કર્યા બાદ અભિમંત્રીત જળ થોડું પોતે પીવું અને બાકીનું ઘરમાં છટકાંવ કરી દેવું. આ મંત્રથી તમારા જીવનમાં, તમારા ઘરમાં સુખ-શાંતિ અને નવો આનંદ-ઉલ્લાસની સુગંધ ફેલાશે.
વિવિધ સરળ પ્રયોગો
પ્રોફેશનલ વ્યક્તિઓ માટે :આ મહિના દરમિયાન પીળા કલરના વસ્ત્રમાં ચોખાના ચાર દાણા અને એક ચપટી મીઠુ મુકી તેની પોટલી બનાવી જયારે કામ માટે કે ઓફિસ જાઓ ત્યારે ખિસ્સામાં રાખીને જવું અને એકવાર ૐઋષિ રચિત ૐકાર ચાલીસાનો પાઠ કરીને જવું. આ પ્રક્રિયાથી આપના કાર્યમાં વિઘ્ન આવશે નહિ અને કાર્ય સફળ થશે.
છૂટક વસ્તુના વેપારી માટે :રીટેલરનો ધંધો કરતા વ્યક્તિઓએ આ મહિને લાલ કલરના વસ્ત્રમાં ઘઉંના ચાર દાણા અને એક ચપટી મીઠુ બાંધી દુકાનનાં કેશ કાઉન્ટરમાં મુકી રાખવું અને રોજ એકવાર ૐઋષિ રચિત ૐકાર ચાલીસાનો પાઠ કરવો. જેનાથી આપના ધંધામાં ચમત્કારિક ફાયદો થશે.
ઉત્પાદક માટે : ઉત્પાદનનાં કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિઓએ આ મહિને વાદળી કલરના વસ્ત્રમાં વાલના ચાર દાણા અને એક ચપટી મીઠુ બાંધી કેશ કાઉન્ટરમાં મુકી દેવો અને રોજ એકવાર ૐઋષિ રચિત ૐકાર ચાલીસાનો પાઠ કરવો. આ પોટલી બદલવાની નથી. આખો મહિનો એ જ જગ્યાએ રાખવાની છે. જેનાથી આપના ઉત્પાદનનાં કાર્યમાં સફળતા મળશે અને ધંધામાં ચમત્કારિક પ્રગતિ થશે.
જથ્થાબંધ માલના વેપારી માટે : હોલસેલના ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિઓએ આ મહિના દરમ્યાન ગુલાબી કલરના વસ્ત્રમાં કઠોળના ચણાના ચાર દાણા બને એક ટી મીઠુ બાંધી દુકાનમાં કેશકાઉન્ટ૨માં અથવા તો પોતાના ખીસ્સામાં રાખવા અને રોજ એકવાર ૐઋષિ ચરીત ૐકાર ચાલીગ પાઠ કરવો. આમ આ પ્રક્રિયા નિયમિત કરવાથી આપના હોલસેલનાં ધંધામાં વાટો થશે.
નોકરિયાત માટે : નોકરી કરતા વ્યક્તિઓએ લાલ કલરના વષમાં વાલના ચાર દાણાં અને એક ચપટી મીઠું બાંધી જ્યારે નોકરીએ જાવ ત્યારે એ પોતાની ઓફિસ બેગમાં અથવા ઓફિસના ખાનામાં રાખવું અને રોજ એકવાર ૐઋષિ રચિત ૐકાર ચાલીસાનો પાઠ કરવો. મહિના સુધી આજ પોટલી રાખવાની છે, રોજ નવી બનાવવાની નથી. આ પ્રક્રિયાથી નોકરીમાં આપના ઇચ્છિત કાર્યની સિધ્ધી થશે.
વિદ્યાર્થી માટે : વિદ્યાર્થીઓએ સફેદ કલરના વષામાં ચોખાના ચાર દાણા અને ેક ચપટી મીઠું મુકી તેની પોટલી બનાવી પોતાના ભણવાની બેગમાં અથવા તો દફતરમાં આ મહિના દરમિયાન રાખી મુકવી અને રોજ એકવાર ૐઋષિ રચિત ૐકાર ચાલીસાનો પાઠ કરવો. જેનાથી આપનું ભણવામાં ધ્યાન કેન્દ્રિત થશે અને સફળતાની પ્રાપ્તિ થશે.
ઉપર આપેલ પ્રક્રિયા દરેક જણે ૩૦ દિવસ સુધી નિયામિત કરવી. ૩૦ દિવસ પછી નવા અંકમાં નવી પ્રક્રિયા આપવામાં આવશે. પછી એ નવી પ્રક્રિયા ચાલુ કરવી અને જૂની પ્રક્રિયા બંધ કરી દેવી. આ રીતે બાર મહિના સુધી અલગ-અલગ પ્રક્રિયા કરવાથી આપના કાર્યને વધુ ઝડપ મળશે તથા નામના, માન, કીર્તિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
મહેનત પછી પણ ફળ ન મળે તો મંત્ર
રાજકોટઃ ૐઋષિજી કહે છે કે, ‘કર્મ કરો પણ ફળની આશા ન રાખો' ભગવદગીતામાં લખેલ આ વાતને દરેક સમજે છે પણ આજના આધુનિક વિષચક્રમાં ફળ વગર કામ કરવું એ કોઇ પણ વ્યક્તિ માટે શક્ય હોતું નથીે. દરેક વ્યક્તિને પોતાની મહેનત સામે પુરે પુરુ વળતર મેળવવાની ઇચ્છા હોય છે અને એ ઇચ્છા દરેક વ્યક્તિએ રાખવી જ જોઇએ એવું હું પણ માનું જ છું. ઘણીવાર વેપારીઓને એમના ધંધામાં મહેનત કર્યા પછી પણ નફો ઓછો મળતો હોય, ભણતા વિદ્યાર્થીઓ મહેનત કરવા છતાં પણ સારા માર્કસ ન લાવી શકતા હોય, વ્યવસાયક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિઓ પોતાની આવડત અને હોંશીયારી છતાં પણ આર્થિક વળતર અને માન-સન્માન ન મળતું હોય, ગૃહિણીઓ પણ ઘરમાં કુટુંબને સાચવવા અને કુટુંબની દેખરેખ રાખવા છતાં પણ એમને જશ ના મળતો હોય, સમાજમાં સામાજીક કાર્ય સાથે જોડાયેલા માણસોનો ગમે તેટલી મહેનત સારી કરવા છતાં પણ એમનો સામાજીક દરજ્જો અને મોભો ના વધતો હોય આવા બધા વ્યક્તિઓ માટે મંત્ર આપું છું.
મોતીરૂપ આપેલ મંત્ર હું આપને પણ આપું છું. આ મંત્ર અને ૐકાર ચાલિસા એક વખત ગણવા. આ મંત્ર ગણતી વખતે તુલસીના ૭ પાન લઇને બેસવાનું ડાબા હાથમાં તુલસીના પાન રાખવા અને જમણા હાથની આંગળીના વેઢાથી મંત્ર ગણવો અને ૐકાર ચાલિસા વાંચી જવા.
મંત્ર - II ૐ સાદિકા સાદિકા કાર્યેષુ ત્રુવાન્ગ નમો નમઃ II
II ૐ વાજિકા વાજિકા લક્ષ્મીતા નમઃ II
આ મંત્ર માત્ર ત્રણ વખત બોલો : બાદમાં ઓમકાર ચાલીસા કરો
રાજકોટઃ ૐઋષિજી દરરોજના તથા મહિનાના વિવિધ મંત્રો આપે છે. ‘અકિલા'ની મુલાકાત દરમિયાન ૨૦૨૫ના વર્ષનો મંત્ર આપતા કહ્યું હતું કે, આ મંત્ર ત્રણ વખત રાત્રીના ૯ થી ૧૧ વાગ્યા દરમિયાન બોલવાનો છે. મંત્ર બોલ્યા બાદ ૐકાર ચાલિસાનું શ્રવણ કે પઠન કરવાનું છે. ચાર-પાંચ મિનિટનો આ પ્રયોગ જીવનમાં શકારાત્મક પરિણામ આપી શકે છે.
મંત્ર - II ૐ વાજિકા વાજિકા લક્ષ્મીતા નમઃ II
ત્રણ વખત મંત્ર જાપ કર્યા બાદ ઓમકાર ચાલિસા કરો. આ પ્રયોગ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ચાલશે. કોઇ પણ વ્યક્તિ આ પ્રયોગ કરી શકે છે.
૨૦૨૯માં મોદીજી જ વડાપ્રધાન બનશે
૨૦૩૯ સુધી કેન્દ્રમાં ભાજપનું શાસન રહેશેઃ ૨૦૩૫માં ભારત સુપર પાવર હશે : અમિતભાઇ શાહના ગ્રહો પણ જોરમાં : ૨૦૬૨ બાદ રાહુલ ગાંધીના ગ્રહો સુધરશે
રાજકોટ તા.૨૫: મંત્રયુગ પરિવર્તક ૐઋષિજી ‘અકિલા'ની મુલાકાતે પધાર્યા હતા. તેઓએ મંત્રો પર ગહન રિસર્ચ અને સાધના કરી છે. ઉપરાંત જ્યોતિષ વિદ્યાના પણ અભ્યાસુ છે.
૭ભારતના ભવિષ્ય અંગે આગાહી કરતા ઋષિજીએ જણાવ્યું હતું કે, દુનિયામાં વિશ્વયુધ્ધનો ખતરો મંડાઇ રહ્યો છે. યુધ્ધની સ્થિતીમાં ભારત તટસ્થ રહેવા પ્રયાસ કરશે, પણ તટસ્થ રહેવું મુશ્કેલ બનશે.
મોદીજી અંગે ૐઋષિજી એ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદી પાસે સાધનાનું બળ છે, આ ઉપરાંત જ્ઞાન પણ છે. ઇશ્વર પર અતુટ શ્રધ્ધા ધરાવે છે. ઇ.સ.૨૦૨૯ની સાલમાં લોકસભાની ચુંટણી બાદ પક્ષના આગ્રહના કારણે મોદીજીએ વડાપ્રધાન પદે રીપીટ થશે.
ઋષિજીએ કહ્યું હતું કે, ૨૦૩૯ સુધી કેન્દ્રમાં ભાજપનું શાશન રહેશે. અમિતભાઇ શાહના ગ્રહો પણ પાવરફુલ છે, તેઓ પણ વડાપ્રધાન થઇ શકે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ગ્રહો ઇ.સ.૨૦૬૨ બાદ સુધરશે. પ્રિયંકા ગાંધીએ પણ રાષ્ટ્રગત બાદ આગળ ધપવું પડશે. જો કે ઋષિજી એ રાષ્ટ્રપદ કહ્યું હતું કે, ૨૦૩પની સાલમાં જ ભારત સુપર પાવર તરીકે ઉભરશે.
વસંત પંચમીએ ૐકાર સંકલ્પ સિધ્ધ વ્રત
પૂ.ૐઋષિ સ્વામીજીનો જન્મ (પ્રાગટય) પણ વસંત પંચમીએ થયો હતો : ઓમકાર વ્રત ખૂબ લાભદાયી સાબિત થઇ શકે
રાજકોટ : સનાતન પરંપરામાં વસંત પંચમીનું આધ્યાત્મિક મહત્વ અપાય છે. આ મંગલ દિને' ૐઋષિ સ્વામીજીનું પ્રાગ્ટય થયું હતું. ૐઋષિજીએ વસંત પંચમી પર્વે ૐકાર સંકલ્પ સિધ્ધ વ્રત જાહેર કર્યુ છે.
૫.પૂ. સંતશ્રી સદ્દગુરુ ૐઋષિના સાત જન્મોની તપ-સાધનાના ફળ રવરૂપ અને આજના ભીષણ કલિકાળ, કળિયુગમાં મનુષ્ય તેમના જીવનપત્તા આધિ-વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થઈ શકે અને સાથે-સાથે પોતાની ઇચ્છિત મનોકામનાની પ્રાપ્તિ કરી શકે તેવું દિવ્ય, વ્રત એટલે ‘‘ૐકાર સંકલ્પ સિદ્ધિવ્રત''.
ૐકાર સંકલ્પ સિદ્ધિ વ્રતની સ્થાપનાનો દિવસ વસંતપંચમી એટલા માટે ગણવામાં આવે છે કે આ શુભ દિવસ એ ૫.પૂ. સંતશ્રી સદ્દગુરુ ૐઋષિનો પ્રાગટય દિવસ છે. માટે વસંતપંચમીનો દિવસ ૐકાર સંકલ્પ સિદ્ધિ વ્રત તરીકે ઓળખાશે તેમજ વસંતપંચમી આ વ્રતની સ્થાપનાની મુખ્ય તિથિ ગણાય છે.
ૐકાર સંકલ્પ સિદ્ધિ વ્રતનો પ્રાદુર્ભાવ એવો છે કે પ્રણવબ્રહ્મ ૐકારના સાક્ષાત્કાર અને તેમના દ્વારા પરમાર્થ માટે જીવન સમર્પિત કરવાની આજ્ઞા મળી તે વખતે પૂ. ૐઋષિએ અંતરના ઊંડાણથી એવી પ્રાર્થના કરી કે,‘હે પ્રણવબ્રહ્મ, હે સળષ્ટિકર્તા, હે નાદબ્રહ્મ ૐકાર આપ મને પરમાર્થ માટે એક એવી કુંજી આપો કે જેના પ્રયોગથી ઉચ્ચકોટિના સાધકથી માંડીને સામાન્ય કક્ષાના માનવી પણ ત્રિવિધ તાપોના કષ્ટમાંથી રાહત મેળવી અને ભૌતિક સુખ-સમળદ્ધિની સાથે-સાથે આધ્યાત્મિક આનંદને પણ પ્રાપ્ત કરી શકે.'
નિર્મળ અને નિર્મોહી પ્રદયથી ભરેલી આ શુદ્ધપ્રાર્થનાના પ્રત્યુત્તરમાં પ્રણવબ્રહ્મ ૐકારે પૂ. ૐઋષિને ‘ૐકાર ચાલીસા'નું સર્જન કરવાની પ્રેરણા અનેદિવ્ય બળ પ્રદાન કર્યું. આ ૐકાર ચાલીસાના સર્જન દરમ્યાન પૂજ્ય ગુરુદેવ ૐઋષિને એવો સંકેત મળ્યો કે આ અદ્દભૂત અને અભૂતપૂર્વ ૐકાર ચાલીસાના પ્રાગટય પછી શક્તિ એકચોક્કસ બિંદુએ પહોંચશે ત્યારે સળષ્ટિના પ્રારંભથી જ સદાકાળ ગૂંજતા અદ્દભૂત અને અમોઘ પ્રણવનાદ ૐકારની સહજ સાધના માટે દરેક યુગમાં પ્રવર્તમાન એવા એક અમોધ અને દિવ્ય વ્રતનો આ વિશ્વને પરિચય થશે.
સળષ્ટિના સર્જક-પાલક-સંહારક એવા બ્રહ્મા-વિષ્ણુ-મહેશ, ઈન્દ્રદેવ સહિત સર્વ દેવો, રૂદ્રગણો, દેવતાઓ, દૈવીશક્તિઓ, દીકપાલો, યક્ષો, કિન્નરો, ગાંધર્વો, અપ્સરાઓ, વિવિધ ગણો, મુનિઓ, ઋષિઓ, સિદ્ધેદ્રો, વિ્દ્યાધરો, પર્વતો, સૂર્ય-ચંદ્ર સહિત સર્વ ગ્રહો, તારાઓ, નક્ષત્રો, આકાશ ગંગાઓ અને અનેક બ્રહ્માંડોના આધિપતિઓ તેમજ તેમના દેવતાઓ પ્રણવબ્રહ્મ ૐકારની પ્રચંડ અને કલ્યાણકારી શક્તિઓને ઉજાગર કરનાર વ્રતનું મહત્ત્વ જાણે છે.
અદ્દભૂત અને અલૌકિક આનંદદાતા, પરમ સંતોષના પ્રદરેકાવ્રતોના સાર સમાન, નિરંતર સુખદાયક, પરમશાંતિ પ્રદાન કરનાર, અસીમ અને અનંત શક્તિ પ્રદાતા એવું ૐકાર સંકલ્પ સિદ્ધિવ્રત યુગો-યુગો સુધી આવનારી દરેક મનુષ્ય પ્રજાતિ કરતી રહે એ માટે આ વાત ઈન્દ્રલોકની એ દિવ્ય શક્તિએ ૐઋષિને કહી છે.
પરમ કલ્યાણકારી, મંગલકારી, મનોવાંછિત ફળ આપનાર, તમામ મનોરથોને સાકાર કરનાર, અસીમ વૈભવ-ઐશ્વર્ય પ્રદાન કરનાર, કર્જમુક્તિ અપાવનાર દુઃખદાયી બંધનોની પીડામાંથી ઉગારનાર, ચિંતાઓનો નાશ કરી પરમ શાંતિ પ્રદાન કરનાર, પરમ શ્રેષ્ઠ સર્વપૂજ્ય, તમામ સંકટોને હરનાર, હજારો અશ્વમેઘ અને સેંકડો વાજપેયી યજ્ઞોનું ફળ સ્વરૂપ, સિદ્ધિ-બુદ્ધિ પ્રદાયક પૂજય સંતશ્રી સદ્ગુરુ ૐઋષિ દ્વારા સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે આપવામાં આવેલ સંકલ્પસિદ્ધિ વ્રત જે કોઇપણ વ્યક્તિ શ્રદ્ધા- ભાવપૂર્વક કરશે તેમને ઇચ્છિત ફળની પ્રાપ્તિ ચોક્કસ અને નિશ્ચિતપણે થશે.
ૐકાર સંકલ્પ સિદ્ધિ વ્રતની પ્રક્રિયા
(૧) ૐકાર સંકલ્પ સિદ્ધિ વ્રત નવ દિવસનું હોય છે અને તે કોઇપણ ગુરૂવારથી કરી શકાય છે. તેમજ આ વ્રતના સ્થાપનની મુખ્ય તિથિ વસંતપંચમીની છે. વસંતપંચમીનો દિવસ ૐકાર સંકલ્પ સિદ્ધિ વ્રત તરીકે ઓળખાશે. કારણ કે આ શુભદિવસ મંત્રયુગપરિવર્તક પ.પુ. સંતશ્રી સદ્દગુરુ ૐઋષિનો પ્રાગટયદિન (જન્મદિવસ) છે.
(૨) સૌપ્રથમ લાકડાનાં પાટલા કે બાજઠ ઉપર કોઇપણ કલરનું શુદ્ધ કપડું પાથરવું. ત્યારબાદ તેના પર એક નાળિયેર (શ્રીફળ) નાડાછડી બાંધીને મુકવું. પછી કપડા ઉપર ત્રણ આખી સોપારી, એક મુઠ્ઠી ઘઉંની ઢગલી, એક મુઠ્ઠી ચોખાની ઢગલી, એક મુઠ્ઠી મગની ઢગલી અને એક મુઠ્ઠી વાલની ઢગલી કરવી. મગની ઢગલીમાં ૐકાર વિશ્વશાંતિ શક્તિચક્રનું સ્થાપન કરવું. આ સ્થાપન ઘરમાં કોઇપણ જગ્યાએ અથવા તો પૂજાના સ્થાનમાં કરવું. સ્થાપન કર્યા પછી નીચે આપેલ પ્રક્રિયા નવ દિવસ સુધી કરવી.
(૩) સવારે ૭ થી ૧૦ માં સ્થાપન સામે નીચે આપેલો મંત્ર ૨૭ વખત કરી ૐઋષિ રચિત ૐકાર ચાલીસાનો એકવાર પાઠ કરવો.
મંત્ર : II ૐ દિવ્યમ્ દિવ્યમ્ મનોતા સિદ્ધિ સૂર્યમ્ સૂર્યમ્ નમઃII
(૪) દિવસમાં બીજી વખત સ્થાપન સામે સાંજના ૬ થી ૯ દરમિયાન ૐઋષિ રચિત ૐકારચાલીસાનો બે વખત પાઠ કરવો અને ૐઋષિ રચિત ૐકાર આરતી કરવી. આરતી સમયે કોઈપણ પ્રકારનો પ્રસાદ કરવો નહિ.
(૫) આ વ્રત દરમિયાન સવારે ભોજનમાં કોઇપણ બે વસ્તુ જ ગ્રહણ કરી શકો છો અને સાંજના ભોજનમાં કોઇપણ એક જ વસ્તુ ગ્રહણ કરવી.
(૬) વ્રત દરમિયાન ચા, કોફી અથવા દૂધ ઇચ્છો તેટલીવાર ગ્રહણ કરી શકો છો, એ સિવાય કોઇપણ પ્રકારનું પીણું પીવું નહી. પાણી ગમેતેટલી વખત પી શકાય છે.
(૭) આ વ્રત દરમિયાન રોજ આખા દિવસમાં ગમે તે સમયે અડધો કલાક મૌન પાળવાનું રહેશે.
સટીક પ્રયોગ
આપની આધ્યાત્મિક ચેતનાને વિકસિત કરવા માટે આપે રોજ II ૐ નમઃ II ૧૦૮ વાર લખવું. II ૐ નમઃ II લખવાથી તમારી ઓરાની અંદર ‘‘સામકય ઊર્જા''ની ઉત્પત્તિ થાય છે. એ ઊર્જા આપની આધ્યાત્મિક ચેતનાને વિકસિત કરવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઋષિજી કહે છે કે, દસ વર્ષના મારા સંશોધન બાદ હું દ્દઢપણે આપને કહી શકું છું કે II ૐ નમઃII ૧૦૮ વાર લખવાથી ‘‘સામકય ઊર્જા''નો અતિ પ્રવાહ આપને આધ્યાત્મિક ચૈતન્ય તરફ જરૂરથી આગળ લઈ જશે. માટે આજથી જ આપ II ૐ નમઃ II ૧૦૮ વાર લખવાનું શરૂ કરી દો.
૧૮ ઉર્જાઓ સક્રિય કરો, આશ્ચર્યજનક સકારાત્મક સર્જાશે
દરેક માણસના શૂક્ષ્મ શરીર-આભા મંડળમાં ર૦૦ ઉર્જાઓ, મોજુદ હોય છે
સામાન્ય સમસ્યાઓ ઉકેલવાથી માંડીને પરમની પ્રાપ્તિ સુધીની સફર આ ઉર્જાઓ કરાવી શકે છે : પૂ. ૐઋષિજી
રાજકોટ, તા. અદૃશ્ય જગતનું મહત્વ અપાર છે. માણસ પાસે ચાર શરીર હોય છે સ્થૂળ શરીર, શુક્ષ્મ શરીર, કારણ શરીર અને મહાકારણ શરીર સૂક્ષ્મ શરીર એટલે ઓરા-આભા મંડળ પૂ.ૐ ઋષિ સ્વામીજીએ ગહન રિસર્ચ કર્યા બાદ માણસના આભા મંડળમાંઘરબાયેલી વિવિધ ઉર્જાઓ અંગે જાણકારી મેળવી છે.
પૂ. ઋષિજીએ ‘‘ અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બ્રહમાંડમાં શોૈર્ય મંડળ છે, જેમાં અલગ-અલગ ગ્રહો-ઉપગ્રહો પરિભ્રમણ કરે છે, તેમ મનુષ્યની ઓરા-આભા મંડળમાં ઉર્જાનો અખૂટ સ્ત્રોત ભરેલી છે, જે પાવરફૂલ અને સક્ષમ છે, જે મનુષ્યના દરેક કાર્યો કરવા માટે સક્ષમ છે જાણીને નવાઇ લાગશે કે, ૧૮ પ્રકારની ઉર્જાતો એવી છે, જે ઇન્સ્ટન્ટ-તાત્કાલીક પરિણામ આપવા સક્ષમ છે. જો કે મોટાભાગના લોકો આ ઉર્જાનો જીવનમાં કયારેય ઉપયોગ કરતા નથી. આ અઢારેય ઉર્જાનો સંપૂર્ણઉપયોગ કરવામા આવે તો જીવનનું ગણિત સાવ બદલાઇ જાય.
ૐ ઋષિજીએ આગળ જણાવ્યું હતું કે, મનુષ્યના આખા શુક્ષ્મ શરીરમાં-ઓરા માં ૨૦૦ જેટલી વિવિધ ઉર્જાઓ કામ કરે છે, પરંતુ અહીં ૧૮ ઉર્જાઓ જાણીએ.
(૧) ત્રતા ઉર્જાઃ આ ઉર્જા આધ્યાત્મિક કાર્યો ધ્યાન- યોગ મંત્ર જાપ વગેરે ત્રતા ઉર્જા હેઠળ આવે છે. આ ઉર્જાનો ઉપયોગ કરવા II ૐ ત્રતામ નમઃII ત્રણ કાર્ય કરી શકો.
(૨) બીજી ઉર્જા વતા ઉર્જાઃ મનુષ્ય જયારે દેવી-દેવતાની કૃપા પ્રાપ્ત કરવા માંગે તથા તેના દર્શન ઇચ્છે તો વતા ઉર્જાનો ઉપયોગ કરવો જોઇએ II ૐ વતામ નમઃII આ મંત્ર ત્રણ વખત કરીને કાર્ય કરી શકાય.
(૩) નુતાલ ઉર્જાઃ કોઇ જગ્યાએ અટકયા હોય અને તત્કાળ બહાર નીકળવું હોય તો આ ઉર્જા કામ કરે છે. તેનો મંત્ર II ૐ નૂતાન વામ નમઃ II
(૪) વલામ ઉર્જા : નીજાનંદ-પરમાનંદમાં માણસ રહી શકે તે માટે આ ઉર્જા કામ કરે છે II ૐ વલામ નમઃ II તેનો મંત્ર છે. આ ઉર્જા શાીંત આપે છે.
(પ) કાવ ઉર્જા : આ ઉર્જા સંતાનોના જીવન પાટે ચઢાવવા વ્યકિત પોતાના શરીરમાંથી કા નામની ઉર્જા સંતાનને આપી શકે II ૐ કાવ નમઃ II તેનો મંત્ર છે.
(૬) ત્રાંગ ઉર્જા : લગ્ન જીવન તથા પારિવારિક જીવન ડિસ્ટર્બ થતું અટકાવવા ત્રાંગ ઉર્જા કામ કરે છે II ૐ ત્રાંગ નમઃ II તેનો મંત્ર છે. આ ઉર્જા અંતરના અવગુણો પણ દૂર કરે છે. ઉપરાંત જીવનસાથીને સમજાવવામાં પણ ઉપયોગી થાય છે.
(૭) લક્ષ્મી કાઉ ઉર્જા : આને લાવન ઉર્જા પણ કહેવાય છે. આર્થિક ઉન્નતિ-સમૃધ્ધિ કે ગયા જન્મના પુણ્યોની ઉર્જાનો ઉપયોગ આર્થિક ઉન્નતિ માટે કરવો હોય તો લક્ષ્મીતા ઉર્જા કામ કરે. તેનો મંત્ર II ૐ લક્ષ્મીકાઉ નમઃ II
(૮) સૂર્યા ઉર્જા : આ ઉર્જા યશ, પ્રતિષ્ઠા અપાવે છે. આ માટે મંત્ર છે II ૐ સૂર્યાય નમઃ II
(૯) દિવાતી ઉર્જા : આ ઉર્જા તમે બહારગામ જાવ કે એક શહેર છોડીને બીજે રહેવા જાવ ત્યારે II ૐ દિવાતી નમઃ II મંત્ર જાપ કરીને જાવ તો જયાં જાવ ત્યાં પરેશાનીથી મુકત રાખવાનું કામ કરે છે.
(૧૦) પ્રવાલ ઉર્જા : આ ઉર્જા આત્મ-વિશ્વાસનો સંચાર કરે છે. II ૐ પ્રવાલ નમઃ II દરરોજ ત્રણ વખત કરો તો આત્મ વિશ્વાસ સ્થિર રહે છે.
(૧૧) કાલક ઉર્જા : તમારી શકિત, ક્ષમતા, આવડત દેખાડવાની હોય ત્યારે આ ઉર્જા કામ કરે છે. ખરા સમયે ખરી વાત યાદ કરાવનારી આ ઉર્જા છે. જરૂર પડે ત્યારે II ૐ કાલક નમઃ II મંત્રનો ત્રણ વખત જાપ કરો.
(૧ર) પ્રશક ઉર્જા : આ ઉર્જા શકિતના સંચાર સમાન છે. હિંમત, બુધ્ધિ, શકિતના ઉપયોગથી ઘણું પ્રાપ્ત કરી શકાય છે. પ્રશક ઉર્જા દરેક માણસને અલગ-અલગ ફાયદો આપે છે. અણધાર્યા-અગમ્ય કાર્યો પૂરા કરવાના કાર્યમાં આ ઉર્જા ઉપયોગી છે. II ૐ પ્રશક નમઃ II તેનો તંત્ર છે.
(૧૩) દતાવી ઉર્જા : આ ઉર્જા માણસને પૂર્વ જન્મના કર્મોનું ભાન કરાવે છે. II ૐ દતાવી નમઃ II મંત્રથી પૂર્વ જન્મના સારા-ખરાબ કાર્યોની વિગતો મળી શકે.
(૧૪) વલ ઉર્જા : ભગવાન છે કે નહિ ? આવા સવાલો ઉઠે ત્યારે II ૐ વલ નમઃ II મંત્રના દરરોજ ત્રણ વખત જાપ કરવાથી ઇશ્વર અંગેના પ્રમાણ પ્રાપ્ત થઇ શકે છે.
(૧પ) કવલ ઉર્જા : આ ઉર્જા માણસની ખુદની પ્રતિભા, બુધ્ધિ નીખારવાનું કામ કરે છે. સમાજ, દેશ, દુનિયામાં ઉદાહરણરૂપ કામ કરવામાં કવલ ઉર્જા ઉપયોગી છે. ખુબ ઓછા લોકો આ ઉર્જાનો ઉપયોગ કરે છે. જે કરે છે તેમને ઓટોમેટિક થાય છે, આ ઉર્જા અંગે ખ્યાલ હોતો નથી. આ ઉર્જાનો મંત્ર II ૐ કવલ નમઃ II છે.
(૧૬) ધનાતી ઉર્જા : પૂર્વ જન્મના પુણ્ય કર્મોના આધારે આ જન્મમાં ધન મેળવવા ઇચ્છનારે આ ઉર્જાનો ઉપયોગ કરવો જોઇએ. દરરોજ ત્રણ વખત II ૐ ધનાતી નમઃ II મંત્રનો જાપ કરો. સાત નંબરની લક્ષ્મીતા ઉર્જા જેવી આ લાગે, પણ બંનેમાં ફરક છે.
(૧૭) રક્ષાલી ઉર્જા : આસુરી શકિતઓ, નકારાત્મક શકિતઓથી આ ઉર્જા રક્ષણ આપે છે II ૐ રક્ષાલી નમઃ II મંત્રથી શત્રુઓથી રક્ષણ થાય છે.
(૧૮) ધનક ઉર્જા : વર્તમાન જીવન તમને શા માટે મળ્યું ? આ પ્રશ્નનો જવાબ ધનક ઉર્જા આપે છે. II ૐ ધનક નમઃ II તેનો મંત્ર છે.
ઋ ઋષિજી કહે છે કે, દરેક માણસના ઓરોમાં આવી ર૦૦ પ્રકારની ઉર્જા હોય છે. આ ૧૮ ઉર્જા માણસ એકટીવ કરે તો તેમનું જીવન બદલાઇ જાય.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
