તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 28th January 2025
અયોધ્યામાં ૩૦૦ રૂમોની તાજ હોટલ બનશે : ભારતની સૌથી મોટી હૉસ્પિટૈલિટી કંપની ઇન્ડિયન હોટલ્સ કંપની લિમિટેડ (આઈએચસીએલ)એ સમજુતી પર હસ્તાક્ષર કર્યા
મુખ્ય સચિવે આઈએચસીએલ અને સૉલિટેયર ગ્રુપને અભિનંદન પાઠવતા કહ્યું કે હોટલ તાજના નિર્માણથી શ્રધ્ધાળુઓને હૉસ્પિટૈલિટીની ઉચ્ચ સ્તરીય સુવિધાઓ મળશે, આ ફાઇવ સ્ટાર હોટલ અયોધ્યાવાસિયોને સમર્પિત કરવામાં આવશે

લખનૌ તા.૨૮ : અયોધ્યામાં ૭.૨ એકરમાં ૩૦૦ રૂમોની તાજ હોટલ (લખનૌ-અયોધ્યા રાજમાર્ગ પાસે આ હોટેલ શ્રી રામ મંદિરથી લગભગ ૨૦ મિનિટના અંતર પર) બનશે, જે ૨૦૨૬મા કાર્યરત થશે. મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહની અધ્યક્ષતામાં ભારતની સૌથી મોટી હૉસ્પિટૈલિટી કંપની ઇન્ડિયન હોટલ્સ કંપની લિમિટેડ (આઈએચસીએલ) એ આ સંબંધમાં (લખનૌ ખાતે હોટલ તાજમાં) સમજુતી પર હસ્તાક્ષર કર્યા. સૉલિટેયર ગ્રુપની સાથે કરવામાં આવી રહેલ આ એક બ્રાઉનફિલ્ડ યોજના છે. બ્રાઉન ફિલ્ડ નિવેશ એવી સ્થિતિમાં થાય છે જ્યારે કોઈ કંપની પહેલેથી જ હયાત સુવિધાઓ અથવા સંસાધનો પર નિર્માણ કરે છે અથવા તેને પટ્ટા પર પણ લેછે. મુખ્ય સચિવે આઈએચસીએલ અને સૉલિટેયર ગ્રુપને અભિનંદન પાઠવતા કહ્યું કે હોટલ તાજના નિર્માણથી શ્રધ્ધાળુઓને હૉસ્પિટૈલિટીની ઉચ્ચ સ્તરીય સુવિધાઓ મળશે. આ ફાઇવ સ્ટાર હોટલ અયોધ્યાવાસિયોને સમર્પિત કરવામાં આવશે. આઈએચસીએલના એમડી પુનીત છતવાલે જણાવ્યું કે, ભારતના મહત્વપૂર્ણ ૫૦ થી વધુ આધ્યાત્મિક સ્થળોમાં આઈએચસીએલ ની હોટલ ઉત્તમ હૉસ્પિટૈલિટી સેવાઓ પૂરી પાડી રહી છે.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
