<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

અયોધ્યાના ધોરણ પર મથુરામાં શ્રીકૃષ્ણનું ભવ્ય મંદિર બને : ચોથી સનાતન ધર્મ સંસદમાં સનાતન બોર્ડ પર સંતોએ મહોર લગાવી

સંતોએ સનાતન ધર્મ સંસદમાં અયોધ્યાના ધોરણ પર મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણનું દિવ્ય-ભવ્ય મંદિર નિર્માણનો સંકલ્પ લીધો: મહાકુંભ નગર સેક્ટર-૧૭ દેવકીનંદન ઠાકુરની શિબિરમાં સનાતન ધર્મ સંસદમાં ઉપસ્થિત સાધુ-સંત

મહાકુંભ નગર: શ્રીરામ જન્મભૂમિ મંદિરના ધોરણે મથુરામાં શ્રીકૃષ્ણનું દિવ્ય અને ભવ્ય મંદિરના નિર્માણનો સંકલ્પ સંતોએ સનાતન ધર્મ સંસદમાં લીધો. સનાતન ધર્મ સંસદમાં દેવકીનંદન ઠાકુરે સનાતન બોર્ડનો પ્રસ્તાવ રજૂ કર્યો. સંતોએ જન સમર્થનથી સનાતન બોર્ડનો પ્રસ્તાવ મંજૂર કર્યો. ૫૦૦૦ સંતોએ એક મતથી કહ્યું કે આ પ્રસ્તાવને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડીશું અને સનાતનિયોની ઈચ્છા મુજબ જલ્દી સનાતન બોર્ડની રચના થશે. મહાકુંભ સેક્ટર-૧૭ શાંતિ સેવા શિબિરમાં સનાતન ધર્મ સંસદનો શુભારંભ જગદગુરુ રાઘવાચાર્ય મહારાજ અને દેવકીનંદન ઠાકુરે દીપ પ્રગટાવી કર્યો. 

 ધર્મ સંસદને સંબોધિત કરતા દેવકીનંદન ઠાકુરે કહ્યું કે, આ સનાતન ધર્મ સંસદ ધર્મની રક્ષા અને પુનઃ સ્થાપનાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવી છે. સંસ્કાર વિહીન સમાજ દેશની ભલાઈ નથી કરી શકતું. દેશના ઉત્થાનને માટે સંસ્કાર અત્યંત આવશ્યક છે. હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓને નષ્ટ કરવાને માટે ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેમાં સૌથી મોટું ષડયંત્ર  લૉડૅ મૈકાલનુ હતું, ત્યાર પછી તેઓએ ચતુર્થ સનાતન ધર્મ સંસદમાં સનાતન બોર્ડ નો ૭ પાનનો પ્રસ્તાવ રજૂ કર્યો. તે મુજબ ચારેય શંકરાચાર્યોને બોર્ડના મુખ્ય સંરક્ષક નિયુક્ત કરવામાં આવશે.૧૧ સભ્યોની સાથે સનાતન બોર્ડના અધ્યક્ષ મંડળની રચના થશે. એમાં ચારેય સંપ્રદાયના જગતદગુરુ, સનાતની અખાડાઓના ત્રણ સભ્ય, એક સંરક્ષણ મંડળ દ્વારા નામિત અને ત્રણ મુખ્ય સંત હશે. બોર્ડ પદાધિકારીયોને લોક સેવકનો દરજ્જો આપવામાં આવશે અને બોર્ડ મોટા મંદિરમાં પૂજારીઓની નિયુક્તિ કરશે. બોર્ડ પાસે મંદિરની સંપત્તિ પર અવૈધ કબજાને રોકવાને માટે જિલ્લા મેજિસ્ટ્રેટને હટાવવાનો આદેશ આપવાના અધિકાર રહેશે. અધિનિયમન મુજબ સનાતન બોર્ડ ન્યાયાધિકરણની રચના કરશે. તેમાં શંકરાચાર્ય અને કેન્દ્રીય બોર્ડ સમિતિથી નામિત સભ્ય જ ન્યાયાધીશ હશે.


 

(7:14 PM IST)