<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

રાજકોટમાં ભારત-ઇંગ્લેન્ડ મેચને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં જબરો ઉત્સાહ :ખુશીથી ઝૂમી ઉઠ્યા

સ્ટેડિયમમાં ક્રિકેટ પ્રેમીઓ રાષ્ટ્રધ્વજ સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

રાજકોટવાસીઓનો સ્ટેડિયમમાં અને સ્ટેડિયમની બહાર આ મેચને લઈ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભારતીય ટીમના અનુભવી પેસર મોહમ્મદ શમીએ 435 દિવસ બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પુરનાગમન કર્યું છે. તે છેલ્લે ભારત માટે વર્ષ 2023ના વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની સામે રમ્યા હતા.

રાજકોટ સ્ટેડિયમમાં ક્રિકેટ પ્રેમીઓ રાષ્ટ્રધ્વજ સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને ટીમ ઈન્ડિયાને રાજકોટના આંગણેથી વિજય મળે તેવી આશા રાખે છે.

 

(9:48 PM IST)