<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

મહાકુંભમાં મોડી રાત્રે ભયાનક ભાગદોડ : 17 ના મૃત્યુ અનેક ઘાયલ થયા છે : મૃત્યુ આંક ખૂબ મોટો હોવાની સંભાવના : નરેન્દ્રભાઈ સતત યોગીના સંપર્કમાં : મહાકુંભમાં ભાગદોડ બાદ, મૌની અમાવસ્યા પર શાહી સ્નાન રદ કરવામાં આવ્યું - અખાડાઓની જાહેરાત : જુઓ વિડીયો

નાગરિકો માટે સ્નાન ચાલુ : અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે, "હવે વસંત પંચમી પર શાહી સ્નાન થશે." : દેશભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

પ્રયાગરાજ : મહાકુંભ મેળામાં મોડી રાત્રે બે વાગ્યે અફવા ફેલાતા ભારે ભાગદોડ મચી હતી, સવારે ૬.૩૦ વાગ્યે મળતા અહેવાલો મુજબ ૧7 ના મૃત્યુ થયાનું અને અનેક લોકો ઘાયલ થયાનું જાહેર થયું છે.

બેરિયર તૂટતા ભાગદોડ મચ્યાનું જણાવાય છે. આ સાથે મૃત્યુ આંક ખૂબ મોટો હોવાની સંભાવના સેવાય રહી છે.

જુનાગઢ ગીરનારના પૂજ્ય સુખરામ બાપુએ ખૂબ મોટી જાનહાની થયાની ભીતિ દર્શાવી હોવાનું જુનાગઢથી વિનુ જોશી જણાવે છે.

અખાડા પરિષદે ૧૩ અખાડા માટે આજે મૌની અમાવસ્યા પર અમૃત સ્નાન રદ કર્યાનું જાહેર થયું છે. લોકો માટે સ્નાન ચાલુ હોવાનું પણ જણાવાય છે. જ્યારે અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે, "હવે વસંત પંચમી પર શાહી સ્નાન થશે." વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ યોગી આદિત્યનાથ પાસેથી વિગતો મેળવી છે. આ સાથે દેશભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

(7:32 AM IST)