<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

અફેરની શંકામાં પત્‍ની-પુત્રની હત્‍યા, લાશ લટકાવીને રચી આપઘાતની વાર્તા

પોલીસની તપાસમાં આપઘાતનો નહીં પણ હત્‍યાનો ખુલાસો થયો અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી

મુંબઈ : મુંબઈના કાંદિવલી વિસ્‍તારમાં એક શખ્‍સે પત્‍ની પર ચરિત્ર શંકાને કારણે તેની અને દીકરાની હત્‍યા કરી દીધી. હત્‍યાને આપઘાતનું રૂપ આપવા માટે લાશને છત પર લટકાવી દીધી. પોલીસની તપાસમાં આપઘાતનો નહીં પણ હત્‍યાનો ખુલાસો થયો અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી.

મુંબઈના કાંદિવલી વિસ્‍તારમાં, એક વ્‍યક્‍તિએ તેની પત્‍ની અને પુત્રની હત્‍યા કરી અને તેને આત્‍મહત્‍યા જેવો દેખાડવાનો પ્રયાસ કર્યો. આરોપી શિવશંકર દત્તા (૪૦) એ સોમવારે પોલીસને જણાવ્‍યું હતું કે તેની પત્‍ની પુષ્‍પા દત્તા (૩૬) અને પુત્રએ ઘરે ફાંસી લગાવીને આત્‍મહત્‍યા કરી હતી.

પોલીસે શરૂઆતમાં તેને આકસ્‍મિક મળત્‍યુનો કેસ માનીને તપાસ શરૂ કરી હતી. પરંતુ આરોપીએ આપેલી માહિતીમાં વિસંગતતા જણાતાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, શિવશંકરે કબૂલ્‍યું કે તેણે તેની પત્‍નીની હત્‍યા કરી હતી કારણ કે તેને શંકા હતી કે તેણી સાથે ગેરકાયદેસર સંબંધ છે. હત્‍યા સમયે, તેના ૧૦ વર્ષના દીકરાએ આ બધું જોયું, તેથી તેણે તેના દીકરાનું પણ ગળું દબાવીને હત્‍યા કરી દીધી.

પત્‍ની અને ૧૦ વર્ષની પુત્રીની હત્‍યા

હત્‍યા બાદ, આરોપીઓએ આત્‍મહત્‍યા જેવું લાગે તે માટે છતના સ્‍ટીલના સળિયા સાથે નાયલોનની દોરડાથી લાશ લટકાવી દીધી. પોલીસે હત્‍યાના આરોપસર શિવશંકરની ધરપકડ કરી છે અને કેસની તપાસ ચાલી રહી છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી

ઘટનાનો ખુલાસો કરતી વખતે પોલીસે કહ્યું કે જ્‍યારે પણ શિવશંકરની પૂછપરછ કરવામાં આવી ત્‍યારે તેણે દરેક વખતે અલગ અલગ જવાબો આપ્‍યા. કડક પૂછપરછ કરવામાં આવી ત્‍યારે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. તેને તેની પત્‍ની પર ગેરકાયદેસર સંબંધ હોવાની શંકા હતી.

(10:04 AM IST)