તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
સ્કૂલના વિદ્યાર્થીએ મિત્રને ૧૦૦ રૂપિયા આપ્યા અને છોકરી પર બળાત્કાર કરીને મારી નાખવા સોપારી આપી
પુણેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી

પુણે, તા. ૨૯ : પુણેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વિદ્યાર્થીએ તેના મિત્રને સાથી વિદ્યાર્થીની પર બળાત્કાર અને હત્યા કરવાનો કરાર આપ્યો. તેણે છોકરી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવા માટે ૧૦૦ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. દૌંડ તાલુકામાં સેન્ટ સેબેસ્ટિયન અંગ્રેજી શાળાના એક વિદ્યાર્થીએ શિક્ષકને કહ્યું કે એક વિદ્યાર્થીએ તેના માતાપિતાની નકલી સહીઓ બનાવી છે.
આ પછી, તે ગુસ્સે ભરાયો અને બીજા વર્ગની વિદ્યાર્થીનીને ૧૦૦ રૂપિયા આપ્યા અને તેની સાથે બળાત્કાર કરીને હત્યા કરવાનું કહ્યું. શાળાના આચાર્ય અને શિક્ષકોએ શાળાની પ્રતિષ્ઠા બચાવવા માટે આ બાબતને દબાવવાનો પ્રયાસ કર્યો. જોકે, માહિતી મળ્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. એફઆઈઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પ્રિન્સિપાલ અને બે શિક્ષકોએ વિદ્યાર્થીને માનસિક રીતે હેરાન કર્યો અને તેનો અભ્યાસ બરબાદ કર્યો.
ગયા મહિને જ, ઉત્તર -દેશના હાથરસમાંથી ૧૩ વર્ષના છોકરાની ધરપકડ કરવામાં આવી હતી. તેણે ૯ વર્ષના બાળકની હત્યા કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ હત્યા એટલા માટે કરી હતી કે ર્બોડિંગ સ્કૂલ બંધ થઈ જાય અને તે ઘરે જઈ શકે.
રિપોર્ટ અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે ૨૬ સપ્ટેમ્બરના રોજ, ૯ વર્ષના બાળકનો મળતદેહ સ્કૂલ ડિરેક્ટરની કારની પાછળની સીટ પરથી મળી આવ્યો હતો. પહેલી શંકા ડિરેક્ટર પર પડી. લોકો માનતા હતા કે તેણે કૌટુંબિક સમસ્યા ઉકેલવા અને શાળાનું નામ પ્રખ્યાત કરવા માટે બાળકનું બલિદાન આપ્યું છે. બાદમાં આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર પુરાવા સાથે છેડછાડ કરવાનો આરોપ હતો. આ પછી ખબર પડી કે એક છોકરો જાણવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે શાળા કેવી રીતે બંધ થશે. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે હત્યાની કબૂલાત પણ કરી લીધી. તેણે વિદ્યાર્થીનું રૂમાલ વડે ગળું દબાવીને હત્યા કરી નાખી.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
