તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
ઇસરોની સદી :GSLV-F15ના સફળ લોન્ચિંગ સાથે ઇતિહાસ રચ્યો
ફરી એકવાર ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરીઃ NVS-01નું પ્રક્ષેપણ : આ નેવિગેશન સેટેલાઇટ પરિવહનમાં યોગ્ય ટ્રેકિંગ અને માર્ગદર્શન આપવામાં મદદ કરશેઃ હવા અને દરિયાઈ ટ્રાફિકને કાર્યક્ષમ રીતે ટ્રેક કરશે

નવી દિલ્હી, તા.૨૯: ભારતના અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ISRO એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી તેના ૧૦૦મા મિશનના ભાગ રૂપે GSLV-F15 રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું. આ મિશન ભારતીય વૈજ્ઞાનિકોની મહેનત અને ઉત્તમ ટેકનિકલ ક્ષમતાઓનું ઉદાહરણ જ નથી, પરંતુ એક મુખ્ય સીમાચિホ પણ છે. આ પ્રક્ષેપણ સાથે, ભારતની નેવિગેશન સિસ્ટમને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
અહેવાલ મુજબ, GSLV-F15 એ ભારતના જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (GSLV) નું ૧૭મું મિશન હતું અને તેમાં ૧૧મી વખત સ્વદેશી ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રોકેટનો મુખ્ય હેતુ NVS-02 ઉપગ્રહને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં મૂકવાનો હતો. ISRO ના જણાવ્યા અનુસાર, આ ઉપગ્રહ ભારતની પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (NavIC) નો ભાગ હશે જે દેશ માટે વધુ સચોટ નેવિગેશન સેવાઓ પૂરી પાડશે.
ઘણા વિદ્યાર્થીઓને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લોન્ચપેડની નજીક જવાની તક મળી. ગુજરાતના તીર્થાએને જણાવ્યું કે હું ખૂબ જ ઉત્સાહિત છું. ઇસરો હવે વિદેશી ઉપગ્રહો પણ લોન્ચ કરી રહ્યું છે, જેનાથી દેશને આર્થિક લાભ પણ મળી રહ્યો છે. પહેલી વાર લોન્ચ જોવાનો પોતાનો અનુભવ શેર કરતા, બિહારના અવિનાશે કહ્યું કે અમે ચાર વર્ષથી આ તકની રાહ જોઈ રહ્યા હતા અને આખરે આજે આ સ્વપ્ન સાકાર થયું છે.
ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ના ડિરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે આ મિશન દ્વારા ભારતની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ ૪ થી ૫ ઉપગ્રહો સુધી વિસ્તળત કરવામાં આવશે. તેમનું કહેવું છે કે NVS-02 ઉપગ્રહને ૩૬,૦૦૦ કિલોમીટરની ઊંચાઈએ ભૂસ્થિર ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે, જે સ્થિતિ અને સમયની ચોકસાઈમાં વધુ વધારો કરશે.તે ભારતીય ઉપખંડ તેમજ ભારતીય ભૂમિગત વિસ્તારોથી લગભગ ૧,૫૦૦ કિલોમીટર સુધીના વિસ્તારોના યૂઝર્સને ચોક્કસ સ્થિતિ, ગતિ અને સમયની માહિતી પ્રદાન કરશે. NAVIS-02 ને NVS ને નેવિગેશન સેવાઓની સાતત્યતા સુનિ?તિ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
NVS-02 ઉપગ્રહ પરિવહન, સંરક્ષણ અને લોજિસ્ટિક્સમાં મદદ કરશે
NavIC માં બીજી પેઢીના પાંચ ઉપગ્રહોનો સમાવેશ થાય છે. અગાઉ ૨૯ મે, ૨૦૨૩ ના રોજ, NVS-01 ને GSLV-F12 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. યુઆર સેટેલાઇટ સેન્ટર દ્વારા ડિઝાઇન અને વિકસિત NVS-02 ઉપગ્રહનું વજન લગભગ ૨,૨૫૦ કિલો છે. તેમાં NVS-01 જેવા C-બેન્ડમાં રેન્જિંગ પેલોડ છે, ઉપરાંત L1, L5 અને S બેન્ડમાં નેવિગેશન પેલોડ છે. NVS-02 ઉપગ્રહ પરિવહન, સંરક્ષણ અને લોજિસ્ટિક્સમાં મદદ કરશે. તે કળષિ, ઉપગ્રહો માટે ભ્રમણકક્ષા નિર્ધારણ, મોબાઇલ ઉપકરણોમાં સ્થાન આધારિત સેવાઓ,ઈમરજન્સી સેવાઓમાં પણ મદદ કરશે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
