<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

મહાકુંભમાં નાસભાગમાં કેટલા મૃત્યુ પામ્યા? DIG મહા કુંભે કહ્યું- કોઈ સત્તાવાર નંબર નથી કારણ કે...

પ્રયાગરાજ મહા કુંભમાં ઘાયલ અને મૃતકો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પડાયું નથી :ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ મહત્વની માહિતી આપી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ કાર્યક્રમ દરમિયાન બુધવારે રાત્રે ફાટી નીકળેલી નાસભાગમાં કેટલા લોકો ઘાયલ થયા છે અને કેટલા લોકોના મોત થયા છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી. જોકે, સૂત્રોએ દાવો કર્યો છે કે 17 લોકોના મોત થયા છે.

દરમિયાન, મહાકુંભ ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ કહ્યું છે કે 'અમારી પાસે નાસભાગમાં માર્યા ગયેલા લોકોની સત્તાવાર સંખ્યા નથી કારણ કે અમે અહીં ભીડને નિયંત્રિત કરવામાં વ્યસ્ત છીએ. ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે.

આ સિવાય કૃષ્ણાએ કહ્યું કે આજે અમે 10 કરોડથી વધુ લોકો આવવાની આશા રાખીએ છીએ. ભીડને કાબૂમાં લેવા માટે અમારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ગઈકાલ સાંજથી જ તૈનાત છે. અહીંના તમામ ઘાટ પર લોકો શાંતિથી સ્નાન કરી રહ્યા છે. સવારે દબાણ હતું અને ઘણી ભીડ હતી. ઘણા અખાડાઓએ અમને ભીડને કાબૂમાં લેવા કહ્યું અને કહ્યું કે તેઓ પછી સ્નાન કરવા જશે. હવે ભીડ કાબૂમાં છે, 

  અખાડા અને સંતો માટેની અમારી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અખાડા માર્ગ અને અખાડા ઘાટ તૈયાર છે. સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરી દેવામાં આવ્યો છે અને અમે અખાડાઓને આની જાણ કરી દીધી છે અને તેઓ ટૂંક સમયમાં અહીં સ્નાન કરવા આવવાનું શરૂ કરશે

(1:09 PM IST)