તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
રશિયાથી આવેલી વિદેશી મહિલા અઘોરી બાબા પર ફીદા થઈ : તપસ્યા ભંગ કરાવી લગ્ન કર્યા
અઘોરી અને રશિયનની આ લવ સ્ટોરીએ સૌ કોઇનું ધ્યાન ખેંચ્યું રશિયનને અચાનક એક અઘોરી બાબા સાથે પ્રેમ થઈ ગયો : ત્યાર બાદ મહિલાએ પોતાનો દેશ છોડી દીધો અને ભારતમાં જ વસી ગઈ

પ્રયાગરાજ, તા.૨૯: પ્રેમ એક શાનદાર અનુભવ છે. જે માણસને પ્રેમ થાય છે, અચાનક જ તેની દુનિયા રંગીન થઈ જાય છે. પ્રેમની વચ્ચે આવનારા કોઈ પણ અવરોધોને પ્રેમી યુગલ તોડીને ફેંકી દેતા હોય છે. પછી તે ધર્મની દીવાલ હોય કે જાતિની. સોશિયલ મીડિયા પર એક અઘોરી અને રશિયન મહિલાની લવ સ્ટોરી ખૂબ જ વાયરલ થઈ રહી છે. વીડિયોમાં જણાવ્યા અનુસાર, રશિયન મહિલા અઘોરીના પ્રેમમાં એવી પાગલ થઈ જાય છે કે રશિયાથી ભારતમાં આવીને રહેવા લાગે છે. અઘોરી અને રશિયનની આ લવ સ્ટોરીએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. કહેવાય છે કે, ભારત ફરવા આવેલી રશિયનને અચાનક એક અઘોરી બાબા સાથે પ્રેમ થઈ ગયો. ત્યાર બાદ મહિલાએ પોતાનો દેશ છોડી દીધો અને ભારતમાં જ વસી ગઈ. મહિલા અઘોરીને પોતાનો પતિ ગણાવે છે. જ્યારે અઘોરી બાબાને પૂછવામાં આવ્યું કે, શું રશિયન મહિલાના કારણે તેમની તપસ્યામાં ભંગ થાય છે, તો બાબા હસવા લાગે છે.
સોશિયલ મીડિયા પર અઘોરી અને રશિયનની લવ સ્ટોરી ખૂબ જ વાયરલ થઈ રહી છે. કેવી રીતે એક અઘોરીના પ્રેમમાં પડીને મહિલાએ પોતાનો દેશ છોડી દીધો. જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. મહિલાએ હિન્દુ ધર્મ અપનાવીને અઘોરી સાથે લગ્ન કરી લીધા. મહિલાની પીઠ પર ભગવાન ગણેશનું ટેટૂ પણ દેખાઈ રહ્યું છે. પ્રેમમાં મહિલાએ સનાતન ધર્મ અપનાવી લીધો અને બીજા ધર્મના મહત્વ પણ જણાવી રહી છે
આ અઘોરી બાબા કોણ છે અને શું સાચે જ તેમણે રશિયન સાથે લગ્ન કર્યા છે? તેનો કોઈ પ્રમાણ આપતો વીડિયો નથી. ત્યારે આવા સમયે પણ સોશિયલ મીડિયા પર એક છોકરા દ્વારા બંનેની વાતચીતનો વીડિયો શેર કર્યો છે. જે ખૂબ જ વાયરલ થઈ રહયો છે.
આપને જણાવી દઈએ કે, આ અઘોરીઓનું જીવન ખૂબ જ મુશ્કેલીભર્યું હોય છે અને તેઓ સાંસારિક મોહ માયાથી મુક્ત રહે છે. અઘોરી બનવા માટે કેટલીય અઘરી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. ત્યારે આવા સમયે રશિયન સાથે લગ્નની વાતમાં કેટલી સચ્ચાઈ છે, તેના પર લોકોને શંકા જાય છે.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
